આ છે પાકિસ્તાન સામે ભારતની રેકૉર્ડ હારનાં 5 કારણો

અત્યાર સુધી કોઈ પણ ટીમ ફાઇનલમાં ૧૮૦ રનના અંતરથી હારી નહોતી

ચૅમ્પિયન્સ ટ્રોફીની પ્રબળ દાવેદાર ગણાતી ભારતીય ટીમ માટે ગઈ કાલનો દિવસ બહુ ખરાબ હતો. ફાઇનલમાં એણે પાકિસ્તાન સામે હારવાનો નવો ખરાબ રેકૉર્ડ બનાવ્યો. કોઈ પણ ટીમ ૧૮૦ જેટલા રનના અંતરથી હારી નથી. ગઈ કાલે કૅપ્ટન વિરાટ કોહલીએ લીધેલા ઘણા નિર્ણયો ભારત માટે ખોટા સાબિત થયા હતા. જીત માટે મળેલા ૩૩૯ રનના લક્ષ્યાંક સામે ભારતીય બૅટ્સમેનો ૧૫૮ રનમાં જ ઑલઆઉટ થઈ ગયા હતા.

૧. ટૉસ જીતીને ફીલ્ડિંગ


ભારતની મજબૂત બૅટિંગ લાઇનઅપને જોતાં કોહલીએ ટૉસ જીતીને પાકિસ્તાનને બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણયથી બધાને આર્ય થયું હતું, કારણ કે પિચ બૅટ્સમેનો માટે મદદગાર હતી. પાકિસ્તાને એનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને વળી નસીબે પણ એને યારી આપી હતી. ફખર ઝમાન ત્રણ રને હતો ત્યારે જસપ્રીત બુમરાહના બૉલમાં તે કૅચઆઉટ થયો હતો, પરંતુ એ નો-બૉલ હતો. ત્યાર બાદ ફખર સદી ફટકારીને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

૨. અશ્વિન નિષ્ફળ


રવિચન્દ્રન અશ્વિનને એક દિવસ પહેલાં પ્રૅક્ટિસ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. તે રમશે કે નહીં એ પણ નક્કી નહોતું. છેવટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું. વિરાટે તેના પર વધુપડતો ભરોસો કર્યો. ૧૦ ઓવરમાં ૭૦ રન આપ્યા છતાં તે એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.

૩. જાધવને બહુ મોડેથી બોલિંગ આપી

બંગલા દેશ સામેની મૅચમાં કેદાર જાધવે મૅચનું પાસું પલટ્યું હતું, પરંતુ આ મૅચમાં કૅપ્ટને તેને ઘણી મોડેથી બોલિંગ આપી હતી. ૩૯મી ઓવરમાં જાધવે ૭ રન આપ્યા હતા, પણ ૪૩મી ઓવરમાં તેણે ૪ રન આપીને એક વિકેટ લીધી હતી.

૪. યુવરાજને બોલિંગ જ ન આપી


ક્રિકેટના જાણકારોના મતે નિયમિત બોલરોને વિકેટ નહોતી મળતી ત્યારે યુવરાજ સિંહનો ઉપયોગ કરવાની જરૂર હતી. એક ચેન્જ બોલર તરીકે યુવરાજ ભારતીય ટીમને ઘણો ફાયદાકારક સાબિત થઈ શક્યો હોત, પણ તેને એકેય ઓવર નહોતી આપી.

૫. મિડલ ઑર્ડર નિષ્ફળ

ફાઇનલમાં ભારતનો ટૉપ ઑર્ડર નિષ્ફળ રહ્યો હતો. ફાઇનલમાં પહોંચતાં પહેલાંની ચાર મૅચમાં ભારતીય ટીમના મિડલ ઑર્ડરની કસોટી જ નહોતી થઈ. ફાઇનલમાં જ્યારે મિડલ ઑર્ડર પાસે ઇનિંગ્સ સંભાળવાનો વખત આવ્યો ત્યારે ભારતીય ટીમની પોલ ખૂલી ગઈ હતી. મિડલ ઑર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy