કેમ માસ્ક પહેરીને વર્કઆઉટ કરી રહ્યો છે વિરાટ કોહલી?

વિરાટ કોહલીની ટીમ અત્યારે આયરલૅન્ડના પ્રવાસે છે.

virat

દરમ્યાન ૨૭ અને ૨૯ જૂને ભારત આયરલૅન્ડ સામે બે T૨૦ મૅચોની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં વિરાટની ટીમના ખેલાડીઓ પોતાના કૅપ્ટન સાથે જિમમાં ઘણી મેહનત કરી રહ્યા છે. ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વિટર હૅન્ડલ પર એનો એક વિડિયો પણ શૅર કર્યો છે જેમાં કોહલી ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, લોકેશ રાહુલ, સુરેશ રૈના અને મનીષ પાંડે દેખાય છે. રસપ્રદ વાત એ છે કે કોહલી અન્ય ખેલાડીઓ કરતાં અલગ દેખાય છે. તેણે પોતાના મોઢા પર એક માસ્ક લગાવ્યો છે.

ટ્રેડ મિલ પર દોડતી વખતે તેમ જ અન્ય કસરતો વખતે તેનું મોઢું અને નાક ઑક્સિજન રિડ્યુસિંગ માસ્કથી ઢંકાયેલું છે. આ માસ્કને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જોકે આ ટ્રેઇનિંગથી શરીરમાં લાલ રક્તકણો વધે છે અને ખેલાડીની ક્ષમતા પહેલાં કરતાં પણ વધી જાય છે. આની અસર ઊંચા પહાડ પર ચડવા જેવી હોય છે જ્યાં ઓછા ઑક્સિજનને કારણે શરીરે ઑક્સિજન માટે વધુ મેહનત કરવી પડે છે. આવી તાલીમ સ્વિમર અને સ્કાયડાઇવર્સ કરતા હોય છે.

વિરાટ વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરો પૈકી એક છે. તેની ફિટનેસ મેદાનમાં બૅટિંગ અને ફીલ્ડિંગ વખતે મદદરૂપ સાબિત થાય છે. વિરાટ પોતાના મોટા ભાગના રન દોડીને પૂરા કરે છે. જો ખેલાડી ફિટ ન હોય તો આ વાત શક્ય નથી. કોહલી સહિત ભારતીય ટીમે ફિટ રહેવું જરૂરી છે, કારણ કે ઇંગ્લૅન્ડના આ પ્રવાસમાં ભારતીય ટીમ અંદાજે બે મહિનાનો સમય વિતાવશે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK