પટૌડીની દફનક્રિયા વખતે ટીમ ઇન્ડિયાના પ્લેયરો અને બોર્ડના અધિકારીઓની ગેરહાજરી બની કપિલનું નિશાન

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવે મન્સૂર અલી ખાન પટૌડીના અવસાન બદલ દિલ્હીથી આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમને આપેલી અંજલિમાં ટીમ ઇન્ડિયા તેમ જ ભારતીય ક્રિકેટ બોર્ડ વિશે ટકોર કરી હતી. કેટલાક ભારતીય પ્લેયરો ચૅમ્પિયન્સ લીગ રમી રહ્યા છે, જ્યારે બીજા અમુક ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે.
કપિલના પરિવારના પટૌડીના ફૅમિલી બહુ નજીકના સંબંધો છે. પટૌડીનાં પત્ની શર્મિલા ટાગોરને કપિલ અને તેમના પરિવારજનો રિન્કુના નામથી બોલાવે છે.


કપિલે કલકત્તાના એક અખબારને મુલાકાતમાં કહ્યું હતું કે ‘શુક્રવારે પટૌડીની દફનક્રિયા વખતે વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમમાંથી કેમ કોઈ હાજર નહોતું એનું કારણ તો મને ખબર નથી, પરંતુ મારે એટલું કહેવું જ છે કે ક્રિકેટની આવી મહાન હસ્તીને અલવિદા કરવાની લાગણી વર્તમાન પ્લેયરોમાં હોવી જ જોઈએ. ક્રિકેટ બોર્ડમાંથી આઇપીએલના નવા ચૅરમૅન રાજીવ શુક્લા સિવાય બીજું કોઈ હાજર નહોતું. બોર્ડના ઍડમિનિસ્ટ્રેટરરોને કદાચ ખેલાડીઓ બહુ મહkવના નહીં લાગતા હોય. મને લાગે છે કે હવે બોર્ડ એક મીટિંગ બોલાવશે અને એમાં કોઈ મેમ્બર ટાઇગર પટૌડી ટ્રોફીની સ્થાપના કરવાનું સૂચન કરશે. આવું જો કરવું હોય તો પ્લેયરની હયાતીમાં જ થવું જોઈએ. આવી મોટી હસ્તી આપણી વચ્ચે હોય ત્યારે જ તેમની કદર થવી જોઈએ. તેમના અવસાન પછી તેમની કદર કરો એનો શું મતલબ! આપણે ત્યાં તો જ્યારે કોઈ મહાન વ્યક્તિ ઇશ્વરને પ્યારી થઈ જાય ત્યાર પછી જ લોકો તેમને યાદ કરતા હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK