મારું લગ્ન પછીનું નવું જીવન સારૂં રહેશે કે નહીં એની ચિંતા થાય છે. કોઈ ઉપાય બતાવો?

બહુ કન્ઝર્વેટિવ સમાજમાં ઊછરી હોવાથી મારા ફિયાન્સને પણ ખૂલીને મળવાનું શક્ય નથી બન્યું

depressed girl

પ્રતીકાત્મક તસવીર


સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : હું વીસ વર્ષની છું અને એક મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. બહુ કન્ઝર્વેટિવ સમાજમાં ઊછરી હોવાથી મારા ફિયાન્સને પણ ખૂલીને મળવાનું શક્ય નથી બન્યું. લગ્ન મારી પસંદગીથી જ થઈ રહ્યાં છે, પરંતુ સાસરિયાં પણ ઑર્થોડોક્સ જ છે. મારી મમ્મીએ મને કઝિન સિસ્ટર્સ પાસે ખાસ વાત કરવા મોકલી હતી કે લગ્ન પછી મારે શું કરવાનું એ તેઓ શીખવે. તેમણે તો મને કેટલીક વાતો કહી એ બહુ ડરામણી છે. તેમનું કહેવું છે કે લગ્ન પછીની પહેલી રાતે ખૂબ જ પીડા થાય છે. તેમના પતિ તો ક્યારેક દારૂના નશામાં સેક્સ કરે ત્યારે બચકાં અને નખોરિયાં પણ ભરે છે. મારો ફિયાન્સ ખૂબ ફૉર્વર્ડ જમાનાનો છે. જોકે એમ છતાં તે પણ ફોન પર થતી થોડીક વાતોમાં ફેરવી-તોળીને પૂછે છે કે હું આ પહેલાં કોઈની સાથે આગળ વધી છું કે નહીં. મને પહેલી રાતની બહુ ચિંતા થાય છે.

જવાબ : લગ્ન પછી નવું જીવન શરૂ થવાનું છે ત્યારે મનમાં ઍન્ગ્ઝાયટી હોય એ સ્વાભાવિક છે, પરંતુ પહેલી રાત વિશેની જે વાતો કઝિન્સ દ્વારા તમારા મનમાં ભરાયેલી છે એ ખોટો હાઉ છે. હા, પહેલી વાર સમાગમ કરતી વખતે પીડા થાય છે એ વાત તદ્દન ખોટી નથી, પરંતુ સોએ સો ટકા સાચી પણ નથી. જો તમે એ વાતથી ડરતાં રહેશો તો તમે આ ક્રિયામાંથી જે આનંદ મેળવવા જેવી બાબત છે એને પણ એન્જૉય નહીં કરી શકો. આનંદ અને ડર બન્ને એકસાથે નથી રહી શકતા. તમારો ફિયાન્સ મુક્ત મનનો હોય તો તમારે આ બાબતે કોઈ સંકોચ રાખ્યા વિના વાતો કરવી જોઈએ.


આ પણ વાંચો : નોર્મલ ડિલિવરી બાદ એકાદ મહિનામાં ફરી સેક્સઅુલી એક્ટિવ થઈ શકાય. શું કરવું જોઈએ?


તમે આ બાબતમાં જરાય અનુભવી નથી એટલે જ તમને ડર લાગે છે. એ વાત સમજવાની જરૂર છે કે બધા જ પુરુષો આક્રમક અને જુલમી નથી હોતા. જ્યારે પુરુષો નશો કરીને અથવા તો બળજબરીપૂર્વક સમાગમ કરતા હોય ત્યારે આક્રમક થઈ જાય છે. તમારા ફિયાન્સને દારૂ પીવાની આદત છે? હોય તો પ્રેમથી એ આદત છોડાવવા મથો. તમારો પાર્ટનર રૂઢિચુસ્ત નહીં, પણ ખુલ્લા દિમાગનો હોય તો ચિંતાનું કોઈ કારણ નથી. તમે તો લગ્ન કરીને નવો સંબંધ શરૂ કરવા જઈ રહ્યાં છો ત્યારે એમાં ડરવા જેવું શું છે? આ નવો સંબંધ તમને ભરપૂર પ્રેમની અનુભૂતિ આપશે એવી ધરપત રાખો. પતિને પ્રેમથી જીતી લેશો તો ફિઝિકલ ઇન્ટિમસી દરમ્યાન તમને ડિસકમ્ફર્ટ કરાવે એવી ચેષ્ટાઓ પર પણ કન્ટ્રોલ રાખી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK