સમાગમ લાંબો સમય ચાલે એના માટે શું કરવું જોઈએ?

મારી ઉંમર ૩૩ વર્ષ છે. લગ્નને સાત વર્ષ થયાં છે અને લગ્નજીવનમાં હજીયે એટલો જ ચાર્મ અનુભવીએ છીએ.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૩ વર્ષ છે. લગ્નને સાત વર્ષ થયાં છે અને લગ્નજીવનમાં હજીયે એટલો જ ચાર્મ અનુભવીએ છીએ. અમને બન્નેને ફિઝિકલ સંબંધોમાં વિવિધ પ્રયોગો કરવા ગમે છે. જોકે હમણાંથી અમને લાગે છે કે અમને વિવિધ પોઝિશન્સની ટ્રાય કરવાનો સમય નથી મળતો. મને દસેક મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. મારા દોસ્તોને પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે જેના માટે તેઓ ક્યારેક દવા લે છે અને ક્યારેક સ્પ્રે વાપરે છે. તમે એક વાર જેલી લગાવવાની સલાહ આપેલી. અમારા માટે આ ત્રણમાંથી કયો વિકલ્પ ઉત્તમ રહેશે? સ્પ્રે વાપરીને સંબંધ લંબાવવાનો મારા ફ્રેન્ડનો અનુભવ છે અને તેનું કહેવું છે કે એનાથી ઘણો લાંબો સમય ચાલે છે અને ક્યારેક તો થાકી જવાય નહીં ત્યાં સુધી સ્ખલન નથી થતું. શું એ પ્રયોગ હું કરું તો મારું ટાઇમિંગ સુધરે? અલબત્ત, એનો પ્રયોગ કરવાથી પછી મને હંમેશ માટે એની જરૂર પડે અને આદત પડી જાય એવું તો નહીં થાયને?

જવાબ : મારા મતે તમારે એકેય વિકલ્પ અપનાવવાની જરૂર નથી. જો શીઘ્રસ્ખલનની સમસ્યા ન હોય તો તમારે એ માટેની દવાઓ શું કામ વાપરવી છે? દવાઓ હંમેશાં એવા સંજોગોમાં વાપરવી જોઈએ જ્યારે તમારું શરીર કુદરતી રીતે સાથ આપી શકે એમ ન હોય. આ તમારી ભ્રમણા છે કે તમે થાકી જાઓ ત્યાં સુધી સમાગમ ચાલે તો એનાથી વધુ આનંદ આવે.

શીઘ્રસ્ખલન માટેના સ્પ્રે કે ઈવન ઝાયલોકૅન જેલી લગાવવાથી ચરમસીમા લંબાય છે, પણ એક વાત સમજવી જરૂરી છે કે એમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. તમે આનંદ મેળવવા માટે અને પ્રયોગો કરવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છો છો, પણ સ્પ્રેને કારણે ઊલટું જ થશે. સમાગમ લાંબો ચાલશે, પણ સંવેદના ઘટી જવાથી સ્પર્શ અને ઘર્ષણનો આનંદ પણ ઘટી જશે.

તમે જે આનંદ મેળવવા આ ચીજો વાપરવા પ્રેરાયા છો એ આનંદ ચીજોના વપરાશ પછી મળવાનો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK