પ્રેગ્નન્સી માટે માસિક ચક્રના કયા દિવસો સેફ ગણાય છે. અને અવારનવાર માસિકમાં અનિયમિતતા આવી જાય છે. કોઈ ઉપાય ખરો?

મારાં લગ્નને જસ્ટ દસ મહિના થયા છે. પિરિયડ્સના બારથી સત્તરમા દિવસોમાં પ્રેગ્નન્સી રહે એવા ચાન્સિસ સૌથી વધારે હોય છે એવું મારી ફ્રેન્ડ કહે છે.

woman

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને જસ્ટ દસ મહિના થયા છે. પિરિયડ્સના બારથી સત્તરમા દિવસોમાં પ્રેગ્નન્સી રહે એવા ચાન્સિસ સૌથી વધારે હોય છે એવું મારી ફ્રેન્ડ કહે છે. જોકે હમણાં મારે બાળક નથી જોઈતું એટલે આ દિવસોમાં અમે સમાગમ કરવાનું ટાળીએ છીએ. બાકીના દિવસોમાં ક્યારેક કૉન્ડોમ વાપરીએ છીએ ને ક્યારેક નથી વાપરતાં. શું એમાં પ્રેગ્નન્સીના ચાન્સ રહે? મારી કરીઅર સેટ કરવાની બાકી છે એટલે બાળકની જવાબદારી કોઈ રીતે પોસાય એમ નથી. મારી બીજી એક ફ્રેન્ડનું કહેવું છે કે પિરિયડ્સનું આગલું એક વીક અને એ પછીનું એક વીક સેફ ગણાય છે. એમાં પ્રેગ્નન્સીની કોઈ ચિંતા નથી રહેતી. તો શું આ વાત સાચી છે? મને અવારનવાર માસિકમાં અનિયમિતતા આવી જાય છે એને કારણે થોડાક સમય માટે અમે ચિંતામાં મુકાઈ જઈએ છીએ. 

જવાબ :
માસિક ચક્રના કયા દિવસો સેફ ગણાય અને કયા નહીં એની જનરલ ગાઇડલાઇન તૈયાર કરાયેલી છે, પણ એ અનવૉન્ટેડ પ્રેગ્નન્સીને ટાળવા માટે ૧૦૦ ટકા સેફ નથી. પ્રેગ્નન્સી પ્લાન કરતાં હો તો પિરિયડ પછીના બારમા દિવસથી લઈને એકાંતરે દિવસે અઠવાડિયા સુધી સમાગમ કરવાની સલાહ અપાય છે.

સૌથી ઓછા ફર્ટાઇલ દિવસો કયા એ નક્કી કરવા માટે માત્ર દિવસોની ગણતરી જ કામની નથી. તમારી પિરિયડ્સ-સાઇકલ કેટલા દિવસની છે એ પણ જાણવું જરૂરી છે. ઘણી યુવતીઓને ૨૮ દિવસની સાઇકલ હોય છે, કેટલાકની ૩૨-૩૬ દિવસની સાઇકલ હોય છે તો કેટલાકની રેગ્યુલરલી ઇરેગ્યુલર સાઇકલ હોય છે. એવા સમયે પિરિયડ્સનું આગલું અઠવાડિયું કઈ રીતે ગણવું એ મુશ્કેલ બની જાય છે. સેફ કહેવાતા સમયમાં પણ પ્રેગ્નન્સી રહી ગઈ હોવાના ચાન્સિસ સાવ નહીંવત તો નથી જ રહ્યા.

અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવા માટે માસિકના દિવસોની ગણતરી કરવાને બદલે તમે હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કમ્પલ્સરી કરવા લાગો તો મોટા ભાગની ચિંતા ખરી જશે. કૉન્ડોમ જેવું બીજું કોઈ સેફ સાધન નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK