સમાગમ પછી થાક ન લાગે એ માટે શું કરવું? એ સિવાય બીજી કોઈ કાળજી રાખવી જરૂરી હોય?

મારી ઉંમર ૫૭ વર્ષ છે. ઉત્થાનની તકલીફ હોવાને કારણે દવા ન લઉં તો સમાગમ શક્ય નથી બનતો.

man

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૫૭ વર્ષ છે. ઉત્થાનની તકલીફ હોવાને કારણે દવા ન લઉં તો સમાગમ શક્ય નથી બનતો. છેલ્લાં બે વરસથી દેશી વાયેગ્રા લઈને હું મહિનામાં બે કે ત્રણ વાર સમાગમ કરું છું. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પણ હવે એ પછી બહુ થાકી જવાય છે. પસીનો પણ ઘણો થાય છે. આખો દિવસ કામમાં વ્યસ્ત હોઉં છું ત્યારે થાક નથી ખબર પડતી પણ જો થોડુંક ફિઝિકલ વર્ક કરવામાં આવે તો શરીર થાકી જાય છે. મેં જોયું છે કે વાયેગ્રા લઈને સમાગમ કર્યાના બીજા દિવસે આવું વધુ થાય છે. તો શું આવા સંજોગોમાં વાયેગ્રા લેવામાં કોઈ જોખમ ખરું? સમાગમ પછી થાક ન લાગે એ માટે શું કરવું? એ સિવાય બીજી કોઈ કાળજી રાખવી જરૂરી હોય તો એ પણ જણાવશો.

જવાબ :
તમે બે વરસથી વાયેગ્રા લો છો અને થાક અને હાંફની ફરિયાદ તમને હમણાં-હમણાંથી થઈ છે. એ સૂચવે છે કે ઉત્તેજના માટે વાયેગ્રા લેવાને કારણે આ તકલીફ નથી થઈ. બલ્કે શરીરની ક્ષમતા ઘટવાથી આ તકલીફ થવાની શક્યતાઓ વધુ છે. બીજી એક અગત્યની વાત એ છે કે શું તમને બ્લડ-પ્રેશરની તકલીફ છે? એ માટે કોઈ ગોળી લો છો? જો બ્લડ-પ્રેશર માટે નાઇટ્રેટયુક્ત ગોળીનું સેવન કરતા હો તો વાયેગ્રા ન લેવી જોઈએ. તમારા ફૅમિલી ડૉક્ટરને બતાવીને બ્લડ-પ્રેશરની ગોળીમાં નાઇટ્રેટ છે કે નહીં એચકાસી લો.

તમને માત્ર વાયેગ્રા લઈને સમાગમ કર્યા પછી જ થાક લાગે કે હાંફ ચડે છે એવું નથી. એટલે જ આ તકલીફને હળવાશથી લેવા જેવી નથી. કોઈ સારા કાર્ડિયોલૉજિસ્ટ પાસે જઈને કાર્ડિયોગ્રામ અને હાર્ટનું ચેકઅપ કરાવવું જોઈએ. જો તમારો કાર્ડિયોગ્રામ આરામ અવસ્થા તેમ જ કસરત પછી એમ બન્ને વખતે નૉર્મલ આવે તો તમે સમાગમમાં રાચી શકો છો. બીજું જો હાંફ્યા વિના પોણો કલાક ચાલી શકતા ન હો અને બે માળના દાદરા ચડ્યા પછી બીપીની તકલીફ કે છાતીમાં દુખવાની તકલીફ થતી હોય તો તમારી સમસ્યા સેક્સને લગતી નહીં, ઓવરઑલ સ્વાસ્થ્યની છે. માટે જાતે અખતરા કરવાને બદલે એક વાર હાર્ટનું ચેકઅપ કરાવો જેથી બીજી કોઈ તકલીફ હોય તો વહેલું નિદાન થઈ શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK