હું ખૂબ માસ્ટરબેટ કરતી હતી, લગ્ન પછી મને પૂરતુ ઓર્ગેઝમ ફીલ થતું નથી

કુતૂહલવશ બહેનપણીઓનું જોઈને મને પણ મૅસ્ટરબેટ કરવાની આદત પડી ગઈ હતી

girl



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. હૉસ્ટેલમાં રહીને ભણી છું અને એ વખતે કુતૂહલવશ બહેનપણીઓનું જોઈને મને પણ મૅસ્ટરબેટ કરવાની આદત પડી ગઈ હતી. વાત એટલી હદે વધેલી કે મને લગભગ રોજ મૅસ્ટરબેટ કરવાની લત હતી. કૉલેજમાં મારે કોઈ બૉયફ્રેન્ડ નહોતો. ઑથોર્ડૉક્સ વિચારસરણીના મારા પેરન્ટ્સ કદીયે લવમૅરેજ માટે માનવાના નહોતા એટલે મેં છોકરાઓમાં મન પરોવવાને બદલે જાતે સંતોષ લેવાનું રાખ્યું. સમસ્યા એ છે કે હવે મારાં પ્રાઇવેટ પાર્ટ્સમાં સંવેદના ખૂબ ઘટી ગઈ છે. લગ્ન થયાંને દોઢ વર્ષ થયું છે, પરંતુ મને મૅસ્ટરબેશન જેવું ઑર્ગેઝમ ફીલ થતું જ નથી. હવે તો મૅસ્ટરબેટ કરું ત્યારે પણ અંગોમાં પહેલાં જેટલી સંવેદના નથી રહી. શું ઉંમરની સાથે અથવા તો વધુપડતા હસ્તમૈથુનને કારણે અંગોમાં સ્પર્શ-સંવેદના ઘટી જાય એવું શક્ય છે?  

જવાબ : યુવાવસ્થામાં કોઈ પણ સામાન્ય યુવતીને સેક્સ માણવાની ભૂખ લાગે, ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. તમે મૅસ્ટરબેશનનો વિકલ્પ લીધો એ એ સમયે ઉત્તમ હતો. મોટા ભાગની સ્ત્રીઓ પોતાની આનંદ મેળવવાની ઇચ્છાને નકારતી રહી છે એને બદલે તમે એને સમજીને સંતોષી એ સારું જ કર્યું.

તમે કહો છો કે તમે વધારે પડતું હસ્તમૈથુન કર્યું હતું. જોકે કોઈ પણ ચીજ વધુપડતી છે એનો માપદંડ શું? વધુપડતું મૅસ્ટરબેશન કોને કહેવું? મહિનામાં એક વાર, અઠવાડિયામાં એક વાર કે દિવસમાં એક વાર? હસ્તમૈથુન વધારે કરવાથી સંવેદના ઘટી જાય એવું કોઈ વૈજ્ઞાનિક તારણ હજી સુધી નથી આવ્યું.

હા, તમે લગ્ન પછી પણ મૅસ્ટરબેશનને સંતોષનું સાધન બનાવો છો એ ઠીક નથી. બની શકે કે ઇન્ટરકોર્સ દ્વારા તમને ઑર્ગેઝમ ન અનુભવાતું હોય. જો એમ હોય તો તમે તમારા પતિ જ તમને મૅસ્ટરબેશન કરી આપે એ માટે દોરી શકો છો. પહેલાં તમે એકાંતમાં જે કામ કરતા હતા એ તમારા પતિ સાથે મળીને કરશો તો સંબંધમાં એક્સાઇટમેન્ટ વધશે. બીજું, દરેક વખતે એક જ જગ્યાએ સ્પર્શ કરવાથી ઉત્તેજના આવે એવું નથી હોતું. તમારાં જ અંગોને તમારે એક્સ્પ્લોર કરવાની જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK