મને હસ્તમૈથુન પછી વીર્યસ્ખલન થાય એટલે ઇન્દ્રિયમાં દુખાવો થાય છે. શું હસ્તમૈથુનની ફ્રીક્વન્સી ઘટાડવી જોઈએ?

હું ૪૨ વર્ષનો છું. બે સંતાનો આવ્યાં પછી વાઇફને જાતીય જીવનમાંથી રસ બહુ ઓછો થઈ ગયો હોવાથી ઘણી વાર હસ્તમૈથુનથી જ સંતોષ લઈ લઉં છું.

men

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : હું ૪૨ વર્ષનો છું. બે સંતાનો આવ્યાં પછી વાઇફને જાતીય જીવનમાંથી રસ બહુ ઓછો થઈ ગયો હોવાથી ઘણી વાર હસ્તમૈથુનથી જ સંતોષ લઈ લઉં છું. પત્ની સાથે મહિને એક કે બે વાર સમાગમ થાય છે. બાકી જાતે સંતોષ મેળવી લઉં છું. હમણાંથી મને હસ્તમૈથુન પછી વીર્યસ્ખલન થાય એટલે ઇન્દ્રિયમાં દુખાવો થાય છે. ઉત્તેજિત થયેલી ઇન્દ્રિય નરમ પડી જાય એ પછી પણ એમાં દુખાવો ફીલ થયા કરે છે. એ પછી વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે. રાતના સમયે ખાસ એવું થાય. હું મોટા ભાગે પત્ની સાથે વહેલી સવારે સમાગમ કરું છું એટલે એ પછી આવી કોઈ તકલીફ નથી થતી. સમાગમ પછી મને તરત યુરિન પાસ કરવા પણ જવું નથી પડતું. હા, ક્યારેક ખૂબ પીળા રંગનું યુરિન થાય ત્યારે બળતરા થાય છે. હું અઠવાડિયામાં બે વાર હસ્તમૈથુન કરું છું. શું હસ્તમૈથુનની ફ્રીક્વન્સી ઘટાડવી જોઈએ?

જવાબ : અમુક સમયે વારંવાર પેશાબ કરવા જવું પડે એ સામાન્ય વસ્તુ છે. એને અને હસ્તમૈથુન કે જાતીય જીવનને કોઈ લેવાદેવા નથી. કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ ઍક્ટિવિટી દરમ્યાન પેઢુના ભાગમાં અને ઇન્દ્રિયમાં લોહીનો ધસારો વધી જાય છે. ઉત્તેજના ઓસરતાં સ્થિતિ બૅક ટુ નૉર્મલ થાય છે. આ બદલાવને કારણે ક્યારેક માઇલ્ડ દુખાવો ફીલ થઈ શકે છે. જોકે તમે હસ્તમૈથુન કરો કે

સમાગમ - બન્ને ક્રિયા ઇન્દ્રિય માટે તો સરખી જ છે. મૅસ્ટરબેશન દરમ્યાન ઇન્દ્રિય હાથમાં જે ક્રિયા કરે છે એ જ ક્રિયા સમાગમ દરમ્યાન યોનિમાર્ગમાં થાય છે. જો તમને ખરેખર કોઈક તકલીફ હોત તો હસ્તમૈથુન અને સમાગમ બન્ને પછી ઇન્દ્રિયમાં પીડા અનુભવાતી હોત, પણ એવું નથી એ દર્શાવે છે કે તમારું દુ:ખ માનસિક છે. એકમાં તકલીફ પડે અને બીજામાં ન પડે એવું શક્ય નથી. હસ્તમૈથુન કરવાથી આ બધું થાય છે એ માન્યતા તમને પીડી રહી હોય એવું લાગે છે.

તમે ઓછું પાણી પીશો તો યુરિન પણ ઓછું અને ગાઢું આવશે ને વધુ પીશો તો વારંવાર યુરિન થશે ને એ માઇલ્ડ હશે. આ બે ક્રિયાઓને હસ્તમૈથુન કે સમાગમ સાથે કોઈ જ લેવાદેવા નથી. એ છતાં ખૂબ અનિયમિતતા જણાતી હોય તો એક વાર યુરિનનો રૂટીન રિપોર્ટ કરાવી લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK