પથરી કાઢવાની સર્જરી પછી ઉત્થાનમાં તકલીફ થવા લાગી હોય તો શું થઈ શકે?

જ્યારે પણ સંભોગ કરવા જાઉં છું ત્યારે મને જોઈતું કડકપણું ફીલ નથી થતું

man



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૮ વર્ષ છે. મારે જાણવું છે કે પથરી કાઢવાની સર્જરી પછી ઉત્થાનમાં તકલીફ થવા લાગી હોય તો શું થઈ શકે? બે વર્ષ પહેલાં મને કિડનીમાં પથરીની તકલીફ શરૂ થઈ હતી. વારંવાર અસહ્ય દુખાવો થતો હતો ને ખૂબ પેઇનકિલર પણ લેવી પડતી હતી. બે વાર હૉસ્પિટલમાં દાખલ પણ થયો. બધા જ ઇલાજ ફેલ જતાં આખરે પથરી તોડીને કાઢવાનું ઑપરેશન કરાવ્યું હતું. ડૉક્ટરે કહેલું કે પથરી તૂટ્યાા પછી એ પેશાબની જગ્યાએ જ બહાર નીકળી જશે. ઑપરેશન બરાબર થઈ ગયું, એ વાતને બે મહિના થઈ ગયા છે. એ પછી જ્યારે પણ સંભોગ કરવા જાઉં છું ત્યારે મને જોઈતું કડકપણું ફીલ નથી થતું. સર્જરી માટે એ જ માર્ગેથી સાધન અંદર નાખવામાં આવેલું. શું એ દરમ્યાન કંઈક ગરબડ થઈ હોય એવું બને? કિડનીની સમસ્યા થઈ હોય તો આવા સંજોગોમાં વાયેગ્રા લેવાય?

જવાબ : પથરીના ઑપરેશન પછી પથરીનો નાનો ભૂકો થયો હોય છે એ બ્લૅડરમાં થઈને મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. ઈન્દ્રિયની સખતાઈને મૂત્રમાર્ગની નળી સાથે કોઈ લેવાદેવા નથી. મૂત્રમાર્ગની આજુબાજુ જે પેશીઓ હોય છે એમાં લોહીનો ભરાવો થાય એટલે ઈન્દ્રિયનું ઉત્થાન થતું હોય છે. એટલે આમ જોવા જઈએ તો બન્ને ક્રિયામાં સંકળાયેલા અવયવોની મેકૅનિઝમ ડિફરન્ટ છે. 

ઘણી વ્યક્તિઓના મનમાં ઑપરેશન પછી કોઈ સમસ્યા થશે એવો ડર હોય છે, જેને લીધે એકાદ-બે વાર સેક્સમાં ફેલ જાય અને પછી એની પરંપરા સર્જાય છે. ઇરેક્શનની ચિંતા કરવાથી વાત વધુ વણસશે. ચિંતા અને આનંદની પ્રવૃત્તિ બે એકસાથે નથી થઈ શકતાં. ઈન્દ્રિય તરફ વધુ ધ્યાન આપવાને બદલે પત્ની સાથેની ઇન્ટિમસી માણવાનું શરૂ કરશો તો શિથિલતાની સમસ્યા ભુલાઈ જશે.

તમને કિડનીમાં માત્ર પથરીની જ સમસ્યા હતી કે પછી બ્લડ-પ્રેશર પણ વધુ રહેતું હતું? જો તમને બ્લડ-પ્રેશરની તકલીફ ન હોય અથવા તો એ માટે નાઇટ્રેટયુક્ત ગોળી ન લેતા હો તો જ તમે કૉન્ફિડન્સ ગેઇન કરવા માટે વાયેગ્રા વાપરી શકો છો. જો દવા લેતા હો તો ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK