ટીનેજમાં બહુ હસ્તમૈથુન કરતો હતો એને કારણે જલદીથી ર્વીયસ્ખલન થવા લાગ્યું છે. જ્યારે પણ સમાગમ કરવાનો થાય ત્યારે હમણાં સ્ખલન થઈ જશે એવી ભીતિ રહ્યા કરે છે

લગ્ન થયાં પછી આ સમસ્યા વધુ વકરી છે. મારી વાઇફ ઈન્દ્રિયને સ્પર્શ કરે તોપણ ખૂબ ઉત્તેજિત થઈ જવાય છે

man


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. ટીનેજમાં બહુ હસ્તમૈથુન કરતો હતો એને કારણે જલદીથી ર્વીયસ્ખલન થવા લાગ્યું છે. લગ્ન થયાં પછી આ સમસ્યા વધુ વકરી છે. મારી વાઇફ ઈન્દ્રિયને સ્પર્શ કરે તોપણ ખૂબ ઉત્તેજિત થઈ જવાય છે. સમાગમ દરમ્યાન અડધી કે એક મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. જ્યારે પણ સમાગમ કરવાનો થાય ત્યારે હમણાં સ્ખલન થઈ જશે એવી ભીતિ રહ્યા કરે છે. મને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ કે બીજી કોઈ બીમારી નથી. મેં એક કામવર્ધક આયુર્વેદિક ગોળી લેવાની શરૂ કરી છે એનાથી ક્યારેક ફરક લાગે છે, પણ એ પછી સાવ જ નબળાઈ આવી જાય છે. મારે એ ગોળી વિના લાંબો સમાગમ ન થઈ શકે એવી ડિપેન્ડન્સી નથી જોઈતી.શું કરું?

જવાબ :
શીઘ્રસ્ખલન માટે અપાતી કોઈ પણ આયુર્વેદની અકસીર દવાઓમાં અફીણનો ઉપયોગ થતો હોય છે. લાંબા ગાળે અફીણના ઉપયોગથી શરીરમાં દુર્બળતા આવે છે અને સમય જતાં બંધાણ થઈ જાય છે. મતલબ કે એ દવા વિના તમને ચાલે જ નહીં એવું વ્યસન થઈ જાય. એના કરતાં બને ત્યાં સુધી એવી દવાઓ લેવામાં ન પડો એ જ બહેતર છે. 

તમારી શીઘ્રસ્ખલનની સમસ્યા છે ને એનું કારણ છે ઓવરસેન્સિટિવિટી. સામાન્ય રીતે શરીરના જે ભાગને ખૂબ જ પ્રોટેક્ટેડ રાખવામાં આવે એ ભાગ સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે છે. તમારી ઈન્દ્રિયની ત્વચા સ્પર્શ પ્રત્યે અતિ સંવેદનશીલ થઈ ગઈ છે. એ માટે તમે અન્ડરવેઅર પહેરો એ પહેલાં ઈન્દ્રિયની ત્વચાને પાછળની તરફ સરકાવી દો. એમ કરવાથી ઈન્દ્રિયનો ઉપરનો ભાગ ખુલ્લો રહેશે અને એ ડાયરેક્ટ અન્ડરવેઅર સાથે ટચ થશે. રોજ નાહતાં પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાતમિનિટ સુધી હળવે હાથે ઈન્દ્રિય પર મસાજ કરવો.

મનમાં શીઘ્રસ્ખલનની ઍન્ગ્ઝાયટી ઘર કરી ગઈ હોય તો એકાદ-બે વાર ડિપોક્સિટિન નામની ગોળી ૨૦ મિલીગ્રામમાં ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લો. આ દવા શીઘ્રસ્ખલનને લંબાવે છે એ પણ ખાસ આડઅસર વિના.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK