મારી સમસ્યા એ છે કે હમણાંથી મને વજાઇનાની આજુબાજુ એક-બે ફોડલીઓ થઈ છે. એ જગ્યાએ ખૂબ ખંજવાળ આવે છે?

મારી ઉંમર ૨૧ વર્ષની છે અને હું હજી વર્જિન છું.

depress

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૨૧ વર્ષની છે અને હું હજી વર્જિન છું. હા, ક્યારેક મૅસ્ટરબેશન કર્યું છે પણ એમાંય ઑર્ગેઝમ આવે ત્યાં સુધી નહીં. મારી સમસ્યા એ છે કે હમણાંથી મને વજાઇનાની આજુબાજુ એક-બે ફોડલીઓ થઈ છે. એ જગ્યાએ ખૂબ ખંજવાળ આવે છે અને ફોડલીમાંથી પસ જેવું પાણી પણ નીકળે છે. થોડાક સમય પહેલાં પણ આવી ફોડલી થયેલી જે આપમેળે મટી ગયેલી. ફરીથી એકની એક જ જગ્યાએ આવું થવાનું કારણ શું? હું હાઇજીનની બાબતમાં ઘણી ચીવટવાળી છું. જ્યારે પણ વૉશરૂમ જાઉં ત્યારે એ ભાગ પાણીથી ધોઉં છું અને અવારનવાર એ ભાગને શેવ કરીને ચોખ્ખો રાખું છું. કોઈ જ સેક્સ્યુઅલ કૉન્ટૅક્ટ ન થયો હોય એ છતાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ લાગુ પડે એવું શક્ય છે? આ ફોડલીઓ કાયમ માટે મટી જાય એ માટે શું કરવું?

જવાબ :
ત્વચાના રોગોની બાબતમાં ક્લિનિકલ તપાસ કર્યા વિના કંઈ પણ કહેવું એ અંધારામાં તીર માર્યા બરાબર કહેવાય. એ છતાં તમે જે હિસ્ટરી આપી છે અને તમારી આદતો છે એ જોતા બહુ ચિંતા કરવા જેવું નથી લાગતું.

શેવ કરવાની આદત હોય તો ક્યાંક ઇનગ્રોન હેરની સમસ્યા તો નથીને એ તપાસવું જોઈએ. વાળ મૂળમાંથી બહાર આવવાને બદલે અંદર જ વધે છે અને એ ભાગમાં પસ થાય એવું શક્ય છે. જો એક જ જગ્યાએ આવું થતું હોય તો એ ઇનગ્રોન હેરની સમસ્યા હોવાની સંભાવના વધુ રહે છે. આવું હોય તો જે-તે હેરને મૂળમાંથી ખેંચી નાખવો જરૂરી છે. એ ઉપરાંત શેવ કરવાની સાચી રીત શીખી લો જેથી વારંવાર ઇનગ્રોન હેરન થાય.

જ્યારે પણ વૉશરૂમ જાઓ ત્યારે પાણીથી એ ભાગ સાફ કરવાની આદત સારી છે, પણ એ પછી એ ભાગને કોરો કરવો પણ મસ્ટ છે. ઘણી વાર ભેજ અને ગરમીને કારણે પણ પ્રૉપર હાઇજીન નથી જળવાતું. પાણીથી સાફ કરવાની સાથે ટિશ્યુથી ભેજ સૂકવવાનું પણ આવશ્યક છે. બીજું, રાતે સૂતી વખતેઍન્ટિ-ફંગલ પાઉડર છાંટવાની આદત રાખો એમ કરવાથી ખંજવાળની સમસ્યા મટશે.

આ બધું જ કર્યા છતાં જો ફોડલીઓ કાબૂમાં ન આવતી હોય તો ગાયનેકોલૉજિસ્ટને મળો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK