લગ્નને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે અને છતાં અમારા અંગત સંબંધોમાં સંતોષ અને મેળ નથી વર્તાતો. શું કરવું?

મારી ઉંમર ૩૭ વર્ષ અને વાઇફની ઉંમર ૩૪ વર્ષ છે. અમારાં બન્નેનાં આ બીજાં લગ્ન છે.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૩૭ વર્ષ અને વાઇફની ઉંમર ૩૪ વર્ષ છે. અમારાં બન્નેનાં આ બીજાં લગ્ન છે. તે ડિવોર્સી છે અને મારી પત્ની અકસ્માતમાં ગુજરી ગયેલી. પહેલાં લગ્નથી તેને એક બાળક છે અને તે પણ અમારી સાથે જ રહે છે. સમસ્યા એ છે કે લગ્નને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે અને છતાં અમારા અંગત સંબંધોમાં સંતોષ અને મેળ નથી વર્તાતો. સંબંધ બાંધીએ છીએ પણ તે ક્યારેક બહુ જ વિયર્ડ બિહેવ કરે છે. તેને ભૂલથી પણ જો અમુક પ્રકારે કે અમુક જગ્યાએ સ્પર્શ થઈ જાય તો તે બહુ જ ડરી જાય. તેને ઉત્તેજિત કરવા ફોરપ્લે કરું એમાં પણ રસ નથી હોતો. અમે સમાગમ કરીએ છીએ, પણ એમાં તેનો મૂડ ક્યારે આઉટ થઈ જશે અથવા તો ક્યારે ગમગીન થઈ જશે એ ખબર નથી પડતી. હંમેશાં તેને શું ગમે છે એ પૂછીને પછી જ આગળ વધું છું છતાં તેને કોઈ રીતે રસ લેતી કરી શકાય એમ નથી લાગતું.

જવાબ : આ તમારાં બન્નેનાં બીજાં લગ્ન છે. ઘણી વાર પહેલા સંબંધના અનુભવોની અસર બીજા સંબંધમાં પણ નડે છે. તમે જે વર્ણન કર્યું છે એ જોતાં એવું લાગે છે કે તેમને પહેલાંના  સંબંધોની કોઈક ખરાબ યાદો સતાવતી હોઈ શકે, જેને કારણે તેને ઇન્ટિમસીમાં રસ નહીં પડતો હોય. આ કારણોનાં મૂળ જાણવાની કોશિશ કરવી જરૂરી છે.

જૂના સંબંધોની વાત હશે તો કદાચ તે તમારી સાથે સમસ્યાની ખૂલીને વાતચીત નહીં કરી શકતી હોય. એટલે જ કોઈ સારા સાઇકોલૉજિકલ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ. તમારી પત્નીને કોઈ પણ જનરલ હૉસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં ચેકઅપ માટે લઈ જાઓ. જે વાતો પત્ની તમને નથી કહી શકતી એ વાત જાણવાની કાઉન્સેલર પાસે કળા હોય છે. મુક્ત મને તેમના મનમાં ખટકતી બાબત શૅર થાય એ જરૂરી છે. સાઇકોલૉજિસ્ટ તેના મનમાં જામેલા બ્લૉકને તોડીને જરા જુદી રીતે વિચાર કરતાં કરી શકે છે. અનુભવી કાઉન્સેલર વાતચીત, કાઉન્સેલિંગ અને જરૂર પડે તો યોગ્ય દવા કરીને આ સમસ્યાનો નિવેડો લાવી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK