મૅસ્ટરબેશન વખતે અરાઉઝલને કારણે મને મોટા અવાજે ગૅસ પાસ થાય છે.

ને ઘણા સમયથી નાઇટફૉલની સમસ્યા હતી, પણ ધીમે-ધીમે મૅસ્ટરબેશન કરવાની આદત પડવાથી એ સમસ્યા જતી રહી. હાલમાં આઠ-દસ દિવસે બે વાર જાતે સંતોષ લઉં છું.

man


સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : હું ૨૧ વર્ષનો છું. પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરું છું. મને ઘણા સમયથી નાઇટફૉલની સમસ્યા હતી, પણ ધીમે-ધીમે મૅસ્ટરબેશન કરવાની આદત પડવાથી એ સમસ્યા જતી રહી. હાલમાં આઠ-દસ દિવસે બે વાર જાતે સંતોષ લઉં છું. હમણાંથી એમાં પ્રૉબ્લેમ થઈ રહ્યો છે. મૅસ્ટરબેશન વખતે અરાઉઝલને કારણે મને મોટા અવાજે ગૅસ પાસ થાય છે. મારું બૉડી હેવી છે એટલે મારે એક્સરસાઇઝ કરવાની જરૂર છે એવું ડૉક્ટર કહે છે, પરંતુ થઈ નથી શકતી. મને ઇન જનરલ પણ ગૅસની તકલીફ છે, પરંતુ એના પર મારો કન્ટ્રોલ હોય છે, જોકે મૅસ્ટરબેશન દરમ્યાન ખૂબ મોટેથી અને દુર્ગંધયુક્ત ગૅસ આવે છે. હસ્તમૈથુન ન કરું તો ફરીથી નાઇટફૉલ થવા લાગે છે. મારા કોઈ દોસ્તોને આવી તકલીફ નથી.

જવાબ : મૅસ્ટરબેશનને કારણે નાઇટફૉલ થવાનો બંધ થઈ જાય એ સમજી શકાય એવી વાત છે, પરંતુ હસ્તમૈથુન કરવાને કારણે મોટેથી ગૅસ નીકળે છે એમાં કોઈ સેક્સ્યુઅલ સમસ્યા નથી. પાચનતંત્રની વ્યવસ્થા અને પ્રજનનતંત્રની વ્યવસ્થા સંપૂર્ણપણે અલગ છે એટલે મૅસ્ટરબેશન દરમ્યાન ગૅસ નીકળે એ બન્નેને કોઈ નિસ્બત નથી.

તમે કહો છો કે ગૅસમાં દુર્ગંધ આવે છે. એ બતાવે છે કે તમને પાચનની સમસ્યા છે. ખોરાક બરાબર પચતો નથી એટલે પેટમાં ગૅસ પેદા થાય છે. ગૅસ બનવાનું અને નીકળવાનું બન્નેનો માર્ગ પાચનતંત્ર એટલે કે આંતરડાંમાંથી જ થાય છે. ગૅસ ન નીકળે એના કરતાં ગૅસ પેદા જ ન થાય એવું કરવું વધુ ડહાપણભર્યું છે. ખાવાપીવામાં કાળજી રાખો. ખોરાક બરાબર પચે, કબજિયાત ન થાય અને પેટ બરાબર સાફ થશે તો ગૅસ બનવાનું પણ ઘટી જશે. પાચન સુધારવા માટે કસરત કરવી બહુ જ આવશ્યક છે. એમ કરવાથી વજન ઘટવામાં પણ મદદ થશે.

ગૅસ નીકળશે એના ડરને કારણે મૅસ્ટરબેશન કરવાનું બંધ કરવાની જરૂર નથી. એનાથી ફરીથી નાઇટફૉલ થશે, કેમ કે ર્વીય સતત બન્યા જ કરે છે. જો એને મૈથુન કે હસ્તમૈથુનથી બહાર કાઢવામાં ન આવે તો ઊંઘમાં જ છલકાઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK