સમાગમ વખતે પહેલાં જેવી ઝડપથી ઉત્તેજના નથી આવતી. શું કરવું જોઈએ?

મારી ઉંમર ૪૬ વર્ષ છે. લગ્નજીવન એકંદરે સુખી છે. ઉંમરની અસર શરીર અને સેક્સલાઇફ બન્ને પર વર્તાઈ રહી છે.

man

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૪૬ વર્ષ છે. લગ્નજીવન એકંદરે સુખી છે. ઉંમરની અસર શરીર અને સેક્સલાઇફ બન્ને પર વર્તાઈ રહી છે. પહેલાં જેવી ઝડપથી ઉત્તેજના નથી આવતી અને એટલો આનંદ પણ નથી. મેં નોંધ્યું છે કે છેલ્લા એકાદ વરસથી સ્ખલન વખતે વીર્યની માત્રા ઘટી ગઈ છે. શું આનંદ અને વીર્યની માત્રા વચ્ચે કોઈ સંબંધ ખરો? આનંદ વધે એવી કોઈ દવા ખરી? વીર્યની ક્વૉલિટીથી જાતીય જીવનની સ્વસ્થતા મપાય છે, શું એ સાચું છે? આ ઉંમરસહજ લક્ષણો છે કે પછી સેક્સલાઇફમાં રિટાયરમેન્ટનાં લક્ષણો છે? ટેસ્ટોસ્ટેરોન હૉમોર્નનું પ્રમાણ જાળવી રાખવા માટે શું કરવું?

જવાબ :
જેમ પ્યુબર્ટી એજ દરમ્યાન અચાનક જ ટેસ્ટોસ્ટેરોન હૉમોર્નમાં ઉછાળ આવે એમ મિડલ-એજમાં એમાં ધીમે-ધીમે ઘટાડો થવાનું શરૂ થઈ જાય. ઉંમર વધવાની સાથે વીર્યના રૂપ, રંગ, ઘટ્ટતા અને માત્રામાં ફરક આવવા લાગે એ પુરુષોમાં જોવા મળતી સ્વાભાવિક નિશાની છે. વીર્ય ઘટવાથી તમે હવે નપુંસક થવા લાગશો એવી માન્યતા નાહકની મુસીબતો વહોકરવાનું કામ કરશે. વીર્યનું મુખ્ય કામ સંતાનપ્રાપ્તિ માટેના શુક્રાણુઓનું વહન કરવાનું છે. ધારી લઉં છું કે આ ઉંમરે હવે તમને એની જરૂર નહીં જ હોય. હા, વીર્યની માત્રા ઘટતાં સંતોષ પણ ઘટે એવું શક્ય છે. ક્વૉન્ટિટી વધુ હોય તો સાઇકોલૉજિકલ આનંદ પણ વધુ મળે છે.

વીર્યની ક્વૉલિટી સારી રાખવા માટે શુક્ર ધાતુનું પોષણ સારું થાય એ જરૂરી છે. આપણું શરીર સાત ધાતુઓનું બનેલું છે. એમાં શુક્ર ધાતુ સૌથી છેલ્લે બને છે. ખોરાકનું પાચન બરાબર થાય તો એમાંથી પોષક તkવો છૂટાં પડે છે અને આહારરસ દ્વારા શરીરનું થાય છે. પહેલાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને પછી શુક્ર ધાતુનું પોષણ થાય છે. આયુર્વેદ અનુસાર શુક્રધાતુવર્ધક ખોરાક લેવાથી ફાયદો થઈ શકે છે. એ માટે દૂધ, ઘી, ખીર, અડદની દાળ જેવી ચીજો આહારમાં વધુ લઈ શકાય.

અશ્વગંધા, શતાવરી, કૌંચાબીજ, ગોખરુ, જીવંતી જેવાં આયુર્વેદિક આૈષધો દિવસમાં બે વાર નિયમિત લેવાથી ફાયદાકારક રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK