મારો છોકરાના વર્તનને કારણે ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે. શું કરવું જોઈએ ?

મારો ૨૦ વર્ષનો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ હમણાં તેનું મન કોઈક છોકરીમાં લાગેલું હોય એવું લાગે છે. તેની ચોપડીઓની અંદરથી મૉડલોનાં પોસ્ટર્સ છુપાવેલાં હોય છે. તેને રાત્રે બીજા દોસ્તોને ત્યાં વાંચવા જવું હોય છે પણ અમે ના પાડીએ છીએ

woman


સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ: મારો ૨૦ વર્ષનો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ હમણાં તેનું મન કોઈક છોકરીમાં લાગેલું હોય એવું લાગે છે. તેની ચોપડીઓની અંદરથી મૉડલોનાં પોસ્ટર્સ છુપાવેલાં હોય છે. તેને રાત્રે બીજા દોસ્તોને ત્યાં વાંચવા જવું હોય છે પણ અમે ના પાડીએ છીએ. એક વાર તેની ચોપડીમાંથી કૉન્ડોમનું રૅપર મળી આવેલું. મારા સસરા આ વાત જાણીને બહુ જ ખિજાયા હતા. તેમનું કહેવું છે કે ભણતર દરમ્યાન બ્રહ્મચર્ય ન પાળો તો વિદ્યા ન ચડે. હજી તે કુંવારો છે ત્યારે આમ આડે પાટે ચડી જાય એ તો ઠીક નથી. છોકરીઓના રવાડે ચડવાની ના પાડી છે પણ તે કંઈ સાંભળતો નથી. છેલ્લા ત્રણ મહિનાથી આ બાબતે ઘરમાં મગજમારી ચાલે છે. તે કોઈનુંય કહ્યું સાંભળતો નથી. 

જવાબ: વીસ વરસની ઉંમર એટલે ભરજુવાની. હૉમોર્નલ બદલાવોને કારણે વિજાતીય સંબંધો જ નહીં, એ વિશેના વિચારમાત્ર ઉત્તેજિત કરી નાખનારા હોય છે. તમે આ બાબતે તેના પર જેટલી પાબંદી મૂકશો એટલું તે વધુ બળવો કરશે અને તમારી વાત નહીં જ સાંભળે.

કુદરતી રીતે શરીરમાં આવતાં પરિવર્તનોને પુખ્ત વ્યક્તિ રિસ્પૉન્ડ કરે છે. મને લાગે છે કે ગર્લફ્રેન્ડ સાથે સંબંધો રાખવાને કારણે તેનું વર્તન નથી બદલાયું, પણ તેની ગર્લફ્રેન્ડથી છૂટા થવા કે ફિઝિકલ રિલેશન્સ ન રાખવા માટેના દબાણ અને રોજબરોજની તકરારોના પરિણામે બાજી બગડી છે. તમે જો ઇચ્છતા હો કે દીકરો ભણવામાં ધ્યાન આપે તો આ બાબતે દબાણ ન કરતાં સમજાવટથી કામ લો.

બ્રહ્મચર્ય એ માત્ર શારીરિક ચીજ નથી. બ્રહ્મચર્ય સ્વેચ્છાએ સ્વીકારેલું હોવું જોઈએ, પરાણે નહીં. ઘણી વાર આવેગોને દબાવવાને કારણે વ્યક્તિ એની કલ્પનાઓમાં રાચીને ખરેખર પોતાનું ભણતર, કારકર્દિી અને જીવન બધું જ ઠેબે ચડાવી દે એવું બનતું હોય છે.

જો દીકરો ભણવામાં ધ્યાન આપે એવું ઇચ્છતા હો તો તેને ફલાણું નહીં કરવાનું, ઢીંકણું નહીં કરવાનું એમ નિયમોમાં બાંધવાનું છોડી દો. મિત્ર બનીને તેની લાગણી સમજો છો એની ધરપત આપો અને સાથે તેને ભવિષ્યની જવાબદારીઓની સમજણ પણ આપો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK