મારી લગ્નજીવનની ફૅન્ટસીઓને તે વિકૃત ન સમજે એ માટે મારે શું ધ્યાન રાખવું?

હું ૨૫ વર્ષનો છું. સેક્સલાઇફનો મને કોઈ જ અનુભવ નથી.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ: હું ૨૫ વર્ષનો છું. સેક્સલાઇફનો મને કોઈ જ અનુભવ નથી. કૉલેજમાં પણ કોઈ ગર્લફ્રેન્ડ નહોતી અને કોર્ટશિપ પિરિયડમાં પણ અમે ડિસ્ટન્સ જાળવેલું. હવે અરેન્જ્ડ-મૅરેજને એક મહિનો થઈ ચૂક્યો છે, પણ સામાજિક કારણોસર હનીમૂન પાછું ઠેલાયું છે. મને સેક્સલાઇફને લઈને ખૂબ ચિંતા રહ્યા કરે છે. તમે તમારી કૉલમમાં સમાગમ પહેલાં ફોરપ્લેમાં ભરપૂર સમય ગાળવાની સલાહ આપો છો તો શું સ્ત્રી આ માટે તૈયાર હોય છે ખરી? શું કરવાથી સ્ત્રીઓ ફોરપ્લેમાં સહકાર આપે? શું પરિણીત કપલ્સ દરરોજ સેક્સમાં રાચતાં હોય છે? મારી પત્ની ખૂબ ધાર્મિક મિજાજની છે એટલે આ બાબતમાં તેની સાથે કઈ રીતે આગળ વધવું એ મૂંઝવણ થાય છે. મારી લગ્નજીવનની ફૅન્ટસીઓને તે વિકૃત ન સમજે એ માટે મારે શું ધ્યાન રાખવું?

જવાબ :
જો બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ અને પ્રેમ હોય તો ફોરપ્લેમાં પ્લાન કરવાનું કશું જ ન હોય. ફોરપ્લેનો ખૂબ સાદો અર્થ છે રોમૅન્સ. ગુજરાતીમાં એ માટે સંવનન શબ્દ વાપરવામાં આવે છે. બે વ્યક્તિઓ એકમેકને ગમે એવી ચેષ્ટાઓ કરીને એકબીજાને ઉત્તેજિત કરવાની કોશિશ કરે છે ને એમાંથી નિદોર્ષ આનંદ મેળવે છે. તમે પત્નીને શું ગમે છે ને તેને કઈ બાબતો રોમૅન્ટિક લાગે છે એ જાણી લો ને પછી એ મુજબ જ્યારે પણ એકાંત મળે ત્યારે અચાનક જ સરપ્રાઇઝ આપો. મોટા ભાગે સ્ત્રીઓને સરપ્રાઇઝ અને હળવી રોમૅન્ટિક બાબતો ખૂબ ગમતી હોય છે. જોકે તમારી પત્નીને શું ગમે છે એ તેને જ પૂછી લેવું બહેતર છે. પત્ની ધાર્મિક હોય કે રોમૅન્ટિક, પતિનો પ્રેમ મેળવવાનું તેને હંમેશાં ગમતું હોય છે એટલું યાદ રાખો.

ફોરપ્લે કે સેક્સ માટે તમારે હનીમૂન સુધી રાહ જોવાની જરૂર નથી. જો જગ્યાની અગવડને કારણે સમાગમ શક્ય ન હોય તો તમે એકાંત મળે ત્યારે પ્રેમાળ ચેષ્ટાઓ કરીને નજદીકી માણી શકો છો. આનાથી પરસ્પર પ્રત્યેનું આકર્ષણ વધે છે. ફોરપ્લે એ માત્ર સેક્સ પહેલાં જ કરવાની વાત છે એવું ન માનશો. તમારા પ્રેમને અભિવ્યક્ત કરવાની નાની-નાની રોજિંદી ચેષ્ટાઓ પણ તમારા જાતીય જીવનને વધુ સુમધુર બનાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK