દેશી વાયેગ્રા કઈ રીતે લેવી? એનાથી કોઈ નુકસાન તો નહીં થાયને?

મારી ઉંમર ૬૩ વર્ષ છે. કામકાજની દૃષ્ટિએ રિટાયર થઈ ચૂક્યો છું.

man

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :  મારી ઉંમર ૬૩ વર્ષ છે. કામકાજની દૃષ્ટિએ રિટાયર થઈ ચૂક્યો છું. છેલ્લા છ-આઠ મહિનાથી જાતીય જીવનમાં પણ રિટાયરમેન્ટ આવી ગયું છે. જાણે સાવ જ ઉત્થાન નથી થતું. વાઇફનો બધો જ સપોર્ટ હોવા છતાં એટલું કડકપણું નથી આવતું જેને કારણે આગળ વધી શકાય. બીજું, મારી બ્લડ-શુગર કન્ટ્રોલમાં નથી એને કારણે ઉત્થાન પર અસર થાય? હંમેશાં ફાસ્ટિંગ શુગર ૨૧૦ અને પોસ્ટ લંચ શુગર ૩૩૦ આવે છે. દવાઓ ચાલે છે, પણ ખાસ ફરક નથી. મારો હમઉમ્ર વાયેગ્રા લઈને સંભોગ માણે છે. શું હું એવું કરી શકું? દેશી વાયેગ્રા કઈ રીતે લેવી? એનાથી કોઈ નુકસાન તો નહીં થાયને?

જવાબ : સૌથી પહેલાં તો તમારે તમારી શુગર કન્ટ્રોલમાં રાખવાની જરૂર છે. ઇન્દ્રિય ઉત્થાનમાં તકલીફો વધી રહી છે એનું કારણ ઉંમર તો ખરી જ, સાથે બેકાબૂ ડાયાબિટીઝ પણ છે. સારી સેક્સલાઇફ જોઈતી હોય તો તમારો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં કરો. ડાયટમાં કાળજી રાખો અને એક્સરસાઇઝ નિયમિત કરો. ઓછામાં ઓછું પોણો કલાક ચાલો. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખશો તો બીજી સમસ્યાઓ ઊભી નહીં થાય અને ઇન્દ્રિયના ઉત્થાનમાં પણ ફાયદો થશે.

સવારે નરણા કોઠે એક ચમચી આમળાંનો પાઉડર અથવા જૂસ લો અને જમતી વખતે એક ચમચી લીલી હળદર અને આંબાહળદરમાં લીંબુ નિચોવીને ચાવી-ચાવીને ખાઓ. આયુર્વેદમાં લીલી હળદર અને આમળાંને ડાયાબિટીઝ માટે ઘણાં સારાં ગણ્યાં છે.

જો તમને બ્લડ-પ્રેશર હોય અને તમે નાઇટ્રેટયુક્ત ગોળી લેતા હો તો તમારે વાયેગ્રા ન લેવી જોઈએ. જો બીપી નૉર્મલ હોય તો ઇન્દ્રિયમાં ઉત્તેજના વધારવા માટે દેશી વાયેગ્રા લઈ શકાય. એનાથી ઘણું જ સારું પરિણામ મળી શકે છે. સમાગમના એક કલાક પહેલાં દેશી વાયેગ્રાની ૧૦૦ મિલીગ્રામની એક ગોળી લેવી. આ ગોળી ભૂખ્યા પેટે લેશો તો વધુ સારી અસર બતાવશે. જોકે યાદ રહે, આ ગોળી ૨૪ કલાકમાં એકથી વધુ ન લઈ શકાય. તમે જે પણ દવાઓ લેતા હો એ બધી જ લઈને તમારા ફૅમિલી ડૉક્ટરને મળો. એમાં નાઇટ્રેટ નથી એ ચેક કર્યા પછી જ તમારે વાયેગ્રા લેવી જોઈએ. આ ઉંમરે ઓવરઑલ હેલ્થ ચેકઅપ પણ દર વર્ષે કરાવતાં રહેવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK