લગ્ન પછી કામેચ્છા પણ ઘટી ગઈ છે અને ઉત્તેજના આવવામાં પણ તકલીફ વધી ગઈ છે.

મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. મોટી ઉંમરે લગ્ન થયાં હોવાથી લગભગ પંદરેક વર્ષ જેટલો સમય હસ્તમૈથુનથી જ સંતોષ મેળવેલો.

depress1

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. મોટી ઉંમરે લગ્ન થયાં હોવાથી લગભગ પંદરેક વર્ષ જેટલો સમય હસ્તમૈથુનથી જ સંતોષ મેળવેલો. એ વખતે ક્યારેક તો ઑલમોસ્ટ રોજ મૅસ્ટરબેશન થતું. લગ્ન પછી કામેચ્છા પણ ઘટી ગઈ છે અને ઉત્તેજના આવવામાં પણ તકલીફ વધી ગઈ છે. હાલમાં મારી ઉંમર ૪૧ વર્ષની છે. લગ્નનું એક્સાઇટમેન્ટ શમી જતાં હવે અચાનક જ ઉત્તેજનામાં તકલીફ થવા લાગી છે. હવે તો મહિને એક કે બે જ વાર સમાગમ થાય છે. એમાંય ક્યારેક અધવચ્ચે ઉત્તેજના ચાલી જવાની સમસ્યા થાય છે. મેં ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલની ટેસ્ટ કરાવી હતી અને બધું જ નૉર્મલ છે. મને લાગે છે કે હવે હું નપુંસકતા તરફ આગળ વધી રહ્યો છું. દેશી વાયેગ્રાની પણ હવે તો અસર ઘટી ગઈ છે. વષોર્થી પત્ની નહોતી અને હવે પત્ની છે તો તેને કે મને સંતોષ નથી મળતો.

જવાબ :
સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સેક્સની બાબતમાં શારીરિક સમસ્યાઓ કરતાં માનસિક હાઉ વધારે કનડે છે. કંઈક ખોટું થઈ જશે તો? હવે ફરી ઉત્તેજના નહીં આવે તો? પત્નીને સંતોષ નહીં આપી શકું તો? આવો ભય ઘણીબધી સમસ્યાઓનો જનક છે. કદી ભય અને એક્સાઇટમેન્ટ બન્ને સાથે અનુભવી શકાય નહીં. તમે છ મહિનામાં ઘણી વાર સંતોષપૂર્વક સંભોગ કર્યો છે એ સૂચવે છે કે તમારી કામેચ્છા, ઉત્તેજના પામવાની ક્ષમતા, ઇન્દ્રિયનું કડકપણું અને એનો યોગ્ય રીતનો યોનિપ્રવેશ કરીને સંભોગનો આનંદ માણી શકો છો; પરંતુ ઍન્ગ્ઝાયટી વધે ત્યારે ગરબડ થાય છે.

યોગ્ય ઉત્તેજના માટે તમારે પહેલાં કરતાં થોડો વધુ સમય ફોરપ્લેમાં ગાળવો જોઈએ, જેથી તમને વધુ ઉત્તેજના મળે. પત્નીને યોનિપ્રવેશ પહેલાં જ સંતોષ આપી દેશો તો ગિલ્ટ મનમાંથી નીકળી જશે. ચિંતા અને ઍન્ગ્ઝાયટી ઘટશે એટલે ઉત્તેજનામાં વાંધો નહીં આવે. એમ છતાં શરૂઆતમાં થોડા સમય માટે સંભોગના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે દેશી વાયેગ્રાની ગોળી લઈ શકો છે. આનાથી ઉત્તેજના અને કડકપણું વધશે અને તમે વધુ સરળતાથી સંભોગ માણી શકશો. પફોર્ર્મન્સમાં કૉન્ફિડન્સ આવે એ મહત્વનું છે. આત્મવિશ્વાસ વધ્યા પછી એની જરૂર નહીં રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy