અમે ફિઝિકલ સંબંધ બાંધીએ છીએ ત્યારે તેને ખૂબ દુખાવો થાય છે પીડા થાય છે. શું કરવું?

મારાં નવાં-નવાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. વાઇફ મારા કરતાં દસ વર્ષ નાની છે.

depress1

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારાં નવાં-નવાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. વાઇફ મારા કરતાં દસ વર્ષ નાની છે.  જોકે તે હજી જાતીય જીવન માટે બહુ અપરિપક્વ હોય એવું લાગે છે. જ્યારે પણ અમે ફિઝિકલ સંબંધ બાંધીએ છીએ ત્યારે તેને ખૂબ દુખાવો થાય છે અને રિસાઈ જાય છે. હું તેને આ ચીજો એન્જૉય કરવી જોઈએ એવું કહું છું તો તેને લાગે છે કે હું તેની સાથે જબરજસ્તી કરી રહ્યો છું. હજી સેક્સની બાબતમાં તે બાળકબુદ્ધિ હોવાથી તેને જ્યારે પણ હું નજીક આવું ત્યારે ગમતું નથી. તેની મમ્મીને પણ કહેતી હોય છે કે હું તેની પર બળજબરી કરું છું. આમાં થોડીક પીડા તો થાય એ વાત તેને કેમ સમજાવવી?

જવાબ : જો તમારી વાઇફ પુખ્ત અને મૅરેજેબલ એજની હોય તો એ સેક્સની બાબતમાં પૂરતી બુદ્ધિ ધરાવતી હશે. તેનામાં બાળસહજ નાદાનિયત હોઈ શકે, પણ સેક્સ માટે તે પુખ્ત છે. તે સમજતી નથી એમ કહીને તમારા સંબંધોની સમસ્યાનો ટોપલો તેના માથે ઢોળવાની જરૂર નથી. સમાગમ દરમ્યાન તમારી પત્નીને દુખાવો થાય છે એમાં માત્ર તે જ જવાબદાર છે એવું વિચારશો નહીં.  જો મૂડ અનુસાર તમારી પત્ની સમાગમ માટે તૈયાર ન હોય છતાં તમે મરજી વિરુદ્ધ થઈને પ્રયત્ન કરતા હો તો એ બળજબરી જ કહેવાય.

જ્યારે જીવનસાથીમાં ઉંમરનો તફાવત હોય ત્યારે જાતીય જીવન તરફનો નજરિયો બન્નેનો અલગ હોવાનો. તમે કદાચ અનુભવી પણ હશો, જ્યારે તમારી પત્ની માટે આ પહેલી વારનો અનુભવ હશે. એવા સમયે ફિઝિકલ સંબંધોની શરૂઆતમાં પહેલું ડગલું છે ફોરપ્લે. સમાગમ પહેલાંનું સંવનન એટલે કે રોમૅન્સ ખૂબ જ અગત્યનો છે. નવાં-નવાં લગ્ન થયાં છે એટલે તમે એકમેકને સમજવા માટે સાથે સમય સ્પેન્ડ કરો અને અમથી વાતો પણ કરો. રિસાયેલી પત્નીને રોમૅન્ટિકલી મનાવવી એ પણ ઇફેક્ટિવ ફોરપ્લે બની શકે છે. તમે એક વાર પત્નીનો પ્રેમ જીતશો તો પત્ની તરફથી પણ ઉમળકો આવશે. પત્ની યોગ્ય રીતે ઉત્તેજિત થાય અને યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉત્પન્ન થઈ છે કે નહીં એ ચેક કરીને પછી ઇન્દ્રિયપ્રવેશ કરશો તો દુખાવાની સમસ્યા પણ નહીં રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK