પત્ની સાથે સમાગમ કર્યો તો યોનિપ્રવેશ વખતે તેને ખૂબ જ પીડા થઈ. શું કરવું?

મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે અને બહુ ખરાબ નહીં અને બહુ સારી નહીં એવી ઠીકઠાક અંગત લાઇફ રહી છે.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે અને બહુ ખરાબ નહીં અને બહુ સારી નહીં એવી ઠીકઠાક અંગત લાઇફ રહી છે. વચ્ચે છ મહિના માટે મારે વિદેશ જવાનું થયેલું અને એ વખતે હું હસ્તમૈથુનથી સંતોષ મેળવી લેતો હતો. વિદેશમાં બીજા ઑપ્શન્સ પણ સહેલાઈથી મળી જતા હોવાથી હું મહિને એકાદ વાર બહાર પણ જઈ આવતો હતો. જોકે એ દરેક વખતે મેં કૉન્ડોમનો ઉપયોગ કર્યો છે. આ છ મહિના દરમ્યાન મારી વાઇફને મનમાં લાગવા લાગ્યું છે કે હું તેને ચાહતો નથી. પાછા આવ્યા પછી મેં જ્યારે પત્ની સાથે સમાગમ કર્યો તો યોનિપ્રવેશ વખતે તેને ખૂબ જ પીડા થઈ હતી. પીડાને કારણે તેને જરાય મજા ન આવી અને બધું પત્યા પછી તેને એ જગ્યાએ લાલાશ અને બળતરા પણ થવા લાગી હતી. એને કારણે તેનો શક પાકો થઈ ગયો છે કે મને ક્યાંક બહારનું ઇન્ફેક્શન લાગ્યું છે. શું મારા કોઈ ચેપને કારણે તેને પીડા અને બળતરા થતી હશે?

જવાબ : વિદેશગમન પહેલાં તમારી સેક્સલાઇફ નૉર્મલ હતી અને આટલા ગૅપ પછી જ્યારે તમે સમાગમનો પ્રયત્ન કર્યો ત્યારે પત્નીને બળતરા થઈ. આ તદ્દન સ્વાભાવિક તકલીફ છે. તમે બહારની સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હોવાથી પત્નીને આવું થવાની સંભાવના જરાય નથી. જ્યારે લાંબા સમયના ગૅપ પછી સમાગમ કરવામાં આવે છે ત્યારે સ્ત્રીને પીડા થઈ શકે છે. એક વારની પીડાના અનુભવથી ડરવાથી ફરી બે સમાગમ વચ્ચે લાંબો સમય જશે અને હજીયે એ તકલીફ કન્ટિન્યુ થશે. સેક્સની પૅટર્નને બને તો નિયમિત બનાવો. બીજું, યોનિપ્રવેશ દરમ્યાન પીડા થવાનું કારણ યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટનો અભાવ છે. પૂરતી ઉત્તેજના વિના ઇન્દ્રિયપ્રવેશ કરાવવામાં આવે તો ડ્રાયનેસ હોવાને કારણે ઘર્ષણ વધુ થાય છે. આવા સંજોગોમાં ફોરપ્લેમાં વધુ સમય ગાળવો. યોનિમાર્ગમાં પૂરતું લુબ્રિકેશન છે કે નહીં એ આંગળીથી ચેક કરીને પછીથી જ ઇન્દ્રિયપ્રવેશ માટે પ્રયત્ન કરવો. એનાથી પીડા અને ઘર્ષણ ઘટતાં સમાગમ પછીની બળતરા બન્ને ઘટશે.

થોડીક નજાકતથી સમજાવવાનો પ્રયત્ન કરશો તો શંકા પણ દૂર કરી શકશો. ભવિષ્યમાં એક વાત યાદ રાખજો કે અજાણી વ્યક્તિ સાથેના સંબંધોમાં કોઈ પણ ચેપ લાગવાની સંભાવના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy