જોકે હસ્તમૈથુન વખતે તકલીફ થાય છે. કલ્પનાઓના સહારે મૅસ્ટરબેશન કરું ત્યારે વહેલું સ્ખલન થાય છે. સમાગમની સરખામણીએ ઑલમોસ્ટ અડધા જ સમયમાં મને ચરમસીમા આવી જાય છે

કેટલાક લોકોને હસ્તમૈથુન વખતે સમાગમ કરતાં વધુ ઉત્તેજના અનુભવાતી હોય

HUSBAND



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. ધંધાના કામથી ટ્રાવેલિંગ બહુ થાય છે અને મહિનાના ઘણા દિવસો મુંબઈથી બહાર એકલા જ વિતાવવાના હોય છે. એવા સમયે હસ્તમૈથુનનો જ સહારો લઉં છું. મારી વાઇફ હસ્તમૈથુનની સખત ખિલાફ છે. તેને લાગે છે કે હું શક્તિનો વ્યય કરી નાખું છું અને એટલે તે મને વારંવાર એમ ન કરવા કહેતી હોય છે, છતાં રહેવાતું નથી. મારી સમસ્યા એ છે કે વાઇફ સાથે ઇન્ટરકોર્સ કરું ત્યારે બધું નૉર્મલ હોય છે અને અમે પૂરતો સમય આનંદ માણી શકીએ છીએ. જોકે હસ્તમૈથુન વખતે તકલીફ થાય છે. કલ્પનાઓના સહારે મૅસ્ટરબેશન કરું ત્યારે વહેલું સ્ખલન થાય છે. સમાગમની સરખામણીએ ઑલમોસ્ટ અડધા જ સમયમાં મને ચરમસીમા આવી જાય છે. જ્યારે પણ પાછો સંભોગ કરું ત્યારે નૉર્મલ થઈ જાય છે. આ વાત પત્નીને પણ કરાય એમ નથી.

જવાબ : કેટલાક લોકોને હસ્તમૈથુન વખતે સમાગમ કરતાં વધુ ઉત્તેજના અનુભવાતી હોય છે. મતલબ કે હકીકત કરતાં કલ્પનાથી તેઓ વધુ ઉત્તેજિત થતા હોય છે. આમાં કશું જ ખોટું નથી. તમે જ્યારે પણ સમાગમ કરો છો ત્યારે પૂરતો આનંદ મેળવી શકો છો એ બતાવે છે કે તમને કોઈ શારીરિક તકલીફ નથી.

મૅસ્ટરબેશન વખતે શીઘ્રસ્ખલનનાં બે કારણો હોઈ શકે. તમારી ઇãન્દ્રયની ત્વચા અતિ સંવેદનશીલ થઈ ગઈ હોઈ શકે. વળી, હસ્તમૈથુનમાં વ્યક્તિ પોતાને ગમતા હોય એવા સ્ટ્રોક્સ લગાવી શકે છે અને સરળતાથી ચરમસીમા પર પહોંચી જાય છે. તમે સ્ટાર્ટ ઍન્ડ સ્ટૉપ ટેક્નિક વાપરીને ચરમસીમાને લંબાવવાનો પ્રયોગ કરી શકો છો.

બીજી અને મોટી શક્યતા મને એ લાગે છે કે તમારી પત્નીનું હસ્તમૈથુન માટેનું વલણ. મને એવું લાગે છે કે હસ્તમૈથુન કરીને તમે શક્તિનો વ્યય કરીને નપુંસકતા નોતરી રહ્યા છો એની ઍન્ગ્ઝાયટી તમારા શીઘ્રસ્ખલનનું કારણ હોઈ શકે. જ્યારે તમને અંદરથી એવું લાગતું હોય કે મારે આ કામ ન કરવું જોઈએ, એમ કરવાથી તમને કંઈક નુકસાન થશે એવી ફીલિંગને કારણે ચિંતા, વ્યગ્રતા વધી જાય છે. આવી માનસિક અવસ્થાને કારણે પણ શીઘ્રસ્ખલન થઈ શકે છે. હસ્તમૈથુન વિશેનો સ્વસ્થ માનસિક અભિગમ કેળવશો તો શારીરિક સમસ્યા સૉલ્વ થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK