સમાગમ લાંબો ચાલે અને સેક્સ પાવર વધે એ માટે શું કરવું?

મારી ઉંમર ૪૧ વર્ષ છે. લગ્નને ૧૪ વર્ષ થયાં છે. હવે જરાક સેક્સલાઇફમાં ઓટ આવવા લાગી હોય એવું લાગે છે.

depress

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. લગ્નને ૧૪ વર્ષ થયાં છે. હવે જરાક સેક્સલાઇફમાં ઓટ આવવા લાગી હોય એવું લાગે છે. પહેલાં જેટલો લાંબો સમાગમ ચાલતો નથી. હવે કામનું પ્રેશર અને સમયનો અભાવ એટલો રહે છે કે નૅચરલી જ સમાગમનો સમય નથી મળતો. એને કારણે ફ્રીક્વન્સી પણ ઘટી ગઈ છે. સમય અને એકાંત મળે ત્યારે કામેચ્છા જરૂર જાગે છે. જોકે વહેલું સ્ખલન થઈ જતું હોવાથી જોઈએ એટલી મજા નથી આવતી. આ માટે મેં કેટલીયે પાવર વધારતી દવાઓ વાપરી, પણ ખાસ ફરક નથી. સ્ટૅમિના વધારવાનો અને સમાગમ લાંબો ચલાવવાનો દાવો કરતી ત્રણથી ચાર દવાઓ બદલી, છતાં કોઈ ખાસ ફરક નથી. મારી વાઇફને લાગે છે કે એના કરતાં દવાઓ ન લેવામાં આવે તોય કંઈ ફરક નથી પડતો. કુદરતી રીતે પાવર વધે એ માટે શું કરવું?

જવાબ : એક વાત સમજો કે વીસ-બાવીસ વર્ષે શરીરમાં જે હૉર્મોન્સનો ઉછાળ હોય એટલો જ હાલની ઉંમરમાં ન હોય એ સ્વાભાવિક છે. જેમ-જેમ ઉંમર વધે એમ-એમ શરીરમાં અંત:સ્રાવોમાં ઓટ આવવાની. બીજું, જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે એને વહેલું સ્ખલન થઈ જાય છે તો બહુ સબ્જેક્ટિવ બાબત છે. કોઈકને પાંચ મિનિટનો સમાગમ સંતુષ્ટિદાયક લાગે તો કોઈકને પચીસ મિનિટનો. સવાલ સમય કેટલો લો છો એનો નહીં, સંતોષ કેટલો પામો છો એનો છે. હા, બન્ને પાર્ટનર્સને સંતોષ થાય એ જરૂરી છે.

હવે તમે લીધેલી દવાઓની વાત. માર્કેટમાં પાવર અને જાતીય સ્ટૅમિના વધારવાના નામે અઢળક દવાઓ વેચાય છે. એ દવાઓ પર લાગેલાં ઉત્તેજક દૃશ્યોના રૅપરથી જરૂર અસર થઈ શકે, દવાથી નહીં. હર્બલના ટાઇટલ સાથે વેચાતી દવાઓમાં જાતીય પાવર વધારવાની, કામેચ્છા જગાવવાની, શીઘ્રસ્ખલનને લંબાવવાની કે ઉત્તેજના વધારવાની કોઈ તાકાત નથી. આવી દવાઓ તમારું પૉકેટ હળવું કરશે અને છતાં અસર ન થતી હોવાથી કારણ વગરનું સ્ટ્રેસ ઊભું થશે.

મારું માનો તો આવી દવાઓની ચુંગાલમાંથી જલદી બહાર આવો, કેમ કે ક્યારેક એમાં અફીણ જેવી નશીલી ચીજો વપરાઈ હોય છે જે સરવાળે ફાયદો કરવા કરતાં નુકસાન કરવાની સંભાવનાઓ ધરાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy