મેન્સ્ટ્રુએશન ક્યારેક ત્રીસ દિવસે આવે છે તો ક્યારેક દોઢેક મહિને. એકાદ મહિનો જો બરાબર જાય તો બીજા જ મહિનેથી ફરી એનું એ જ થઈ જાય છે. હું કોઈ દવા ન પણ કરું તોય માસિકના ત્રીજા દિવસે બધું જ પાછું રાબેતા મુજબ થઈ જાય છે.

સમસ્યા પિરિયડ્સની છે. મેન્સ્ટ્રુએશન ક્યારેક ત્રીસ દિવસે આવે છે તો ક્યારેક દોઢેક મહિને

girl


સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૭ વર્ષ છે. મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરું છું. સિંગલ છું અને સેક્સ્યુઅલી ઍક્ટિવ નથી. સમસ્યા પિરિયડ્સની છે. મેન્સ્ટ્રુએશન ક્યારેક ત્રીસ દિવસે આવે છે તો ક્યારેક દોઢેક મહિને. એ ઉપરાંત માસિક આવવાનું હોય ત્યારે ખૂબ લૂઝ મોશન્સ થઈ જાય છે. એ પહેલાંના બે-ત્રણ દિવસ ચીડિયાપણું, કામમાં રસનો અભાવ જેવી સમસ્યા રહે છે. હું ઘરનું જ ખાવાનો આગ્રહ રાખું છું અને છતાં પિરિયડ્સ વખતે પાતળો જુલાબ ચારથી પાંચ વાર થઈ જાય છે. એ દિવસો દરમ્યાન ખાવાનું ઘટાડી દઉં તોપણ ખાસ ફરક નથી પડતો. એકાદ મહિનો જો બરાબર જાય તો બીજા જ મહિનેથી ફરી એનું એ જ થઈ જાય છે. હું કોઈ દવા ન પણ કરું તોય માસિકના ત્રીજા દિવસે બધું જ પાછું રાબેતા મુજબ થઈ જાય છે. શું આને મારે જેમ છે એમ જ સ્વીકારી લેવું?

જવાબ : ઘણી યુવતીઓને માસિક આવવાનું હોય એ પહેલાં ટિપિકલ લક્ષણો જોવા મળે છે. કોઈકને સખત કબજિયાત થઈ જાય તો કોઈકને લૂઝ મોશન્સ. કોઈકને ઊલટી જેવું લાગે તો કોઈકને બ્લડપ્રેશર લો થઈ ગયું હોય અને ચક્કર આવતાં હોય એવું લાગે. કોઈકને ખૂબ રડવું આવે તો કોઈકને ખૂબ જ ઊંઘ આવે. જો આવાં લક્ષણો હોય, પણ માસિક પૂÊરું થયા પછી બધું બરાબર થઈ જતું હોય તો ચિંતાને કોઈ કારણ નથી. આ એક પ્રકારનો પ્રી-મૅન્સ્ટ%અલ સિન્ડ્રૉમ જ છે.

ખરેખર ચિંતાનો વિષય છે તમારી પિરિયડ-સાઇકલની અનિયમિતતાં માસિકમાં રેગ્યુલરિટી આવે એ માટે તમારે એક્સરસાઇઝ અને ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે. અનિયમિતતાનું કારણ શું છે એ પણ જાણી લેવું જોઈએ. એ માટે ગાયનેકોલૉજિસ્ટની સલાહ લઈને સ્ત્રી-હૉમોર્ન્સ FSH, LH, PROLACTINE, TSH ટેસ્ટ કરાવી લો. હૉમોર્ન્સમાં ગરબડને કારણે માસિકમાં અનિયમિતતા હોય તો એની સારવાર કરી લેવી જરૂરી છે.

માસિક પહેલાં લૂઝ મોશન્સ થઈ જવાને કારણે એનર્જી ઘટી જતી હોય એવું લાગે તો લીંબુનું પાણી ચપટીક નમક નાખીને દિવસમાં બે વાર પીવું. સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવાથી પણ શરીરમાંથી વધારાનું પાણી ડાયેરિયા વાટે વહી જતું અટકશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK