હમણાંથી મને ઉત્તેજના આવવામાં ઘણી વાર લાગે છે. ઉત્તેજના જલદી આવે એવી કોઈ દવા ખરી?

મારી ઉંમર ૪૪ વર્ષ છે. ડિવૉર્સ થયા પછી ફરીથી લગ્ન કરવાની ઇચ્છા નહોતી એટલે લગભગ ચારેક વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતો હતો.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૪ વર્ષ છે. ડિવૉર્સ થયા પછી ફરીથી લગ્ન કરવાની ઇચ્છા નહોતી એટલે લગભગ ચારેક વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતો હતો. હમણાંથી મને ïઉત્તેજના આવવામાં ઘણી વાર લાગે છે. પહેલાં સ્પર્શ કરતાંની સાથે અથવા તો સેક્સનો વિચાર કરતાંની સાથે ઉત્તેજના આવી જતી, પણ હવે એમ નથી થતું. ખાસ્સી વારે ઉત્તેજના આવ્યા પછીયે પહેલાં જેટલું કડકપણું નથી. મને ચિંતા થાય છે કે શું આ બુઢાપાની નિશાનીઓ તો નથીને? મારી પાર્ટનર સાત-આઠ વર્ષ યંગ હોવાથી ઘણી જ ઍક્ટિવ છે. મને ખૂબ મન થાય છે પણ ઉત્તેજના નહીં આવે તો એ ડરે ઘણી વાર પહેલ કરતાં અચકાઉં છું. મારું વજન વધતું જાય છે અને હું પહેલાં જેટલો ફિટ પણ દેખાતો નથી. કદાચ મારી પાર્ટનરને પૂરતો સંતોષ આપી ન શકતો હોવાથી તે મને અવગણે છે. ઉત્તેજના જલદી આવે એવી કોઈ દવા ખરી?

જવાબ : આવેલી ઉત્તેજના ઓછી હોય તો એમાં વધારો થાય એ માટે તેમ જ ઉત્તેજના લાંબો સમય ટકે એ માટેની દવાઓ શોધાઈ છે. જોકે ઉત્તેજનામાં તકલીફ થવાનું મૂળ કારણ શોધીને એની સારવાર કરવી અતિ આવશ્યક છે. કદાચ તમારી પર્ફોર્મન્સ-ઍન્ગ્ઝાયટી અને ચિંતાને કારણે પણ તમારી સમસ્યામાં વધારો થયો હશે એવું હું માનું છું. મોટા ભાગે એક-બે વાર વ્યક્તિ કોઈક કામમાં નિષ્ફળ જાય એટલે એ કામ કરવાનો કૉન્ફિડન્સ ઘટી જાય છે. એવું જ કંઈક તમારી સાથે તો નથી થયુંનેï? શરૂઆતમાં એક-બે વારની તકલીફની ચિંતા અને પર્ફોર્મ કરવાનું પ્રેશર વધી જતાં આવું થઈ શકે છે.

બીજું, તમારું વજન વધી રહ્યું છે અને ફિટનેસ ઘટી રહી છે એ તથા ïતમારી ઉંમર જોતાં તમારે ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર માટેની તપાસ કરાવી લેવી જરૂરી છે. જો આ બન્ને ફૅક્ટર્સ નૉર્મલ હોય તો ગુડ, ન હોય તો એની સારવાર શરૂ કરવી જરૂરી છે. જો કોઈ તકલીફ ન હોય તો સૌથી પહેલાં તમે પર્ફોર્મન્સનું પ્રેશર ન રહે એ માટે હસ્તમૈથુન કરીને પ્રયોગ કરો. જો પૂરતી ઉત્તેજના ન જણાતી હોય તો દેશી વાયેગ્રાની ૫૦ મિલિગ્રામની ગોળી લઈને પછી હસ્તમૈથુન કરી જુઓ. આત્મવિશ્વાસ પાછો આવે એ પછી દવા વિના પણ કામ ચાલી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy