તો શું આયુર્વેદમાં એવી કોઈ દવા કે રસાયણ નથી જે વાર્ધક્યનાં લક્ષણોને ધીમાં પાડે? બુઢાપો મોડો આવે તો કામજીવન પણ મોટી વય સુધી ટકી શકે.

પુરુષો માટે કામોત્તેજકના નામે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ મળે છે, પણ એ દવાઓ કામની નથી એવું તમે કહેતા હો છો

man



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : માણસ જીવે ત્યાં સુધી કામજીવનમાં સક્રિય રહી શકે છે એવું કહેવાય છે, પરંતુ અમુક વય પછી શરીર સાથ આપવાનું છોડી દે છે. પુરુષો માટે કામોત્તેજકના નામે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ મળે છે, પણ એ દવાઓ કામની નથી એવું તમે કહેતા હો છો. તો શું આયુર્વેદમાં એવી કોઈ દવા કે રસાયણ નથી જે વાર્ધક્યનાં લક્ષણોને ધીમાં પાડે? બુઢાપો મોડો આવે તો કામજીવન પણ મોટી વય સુધી ટકી શકે. રસાયણચૂર્ણ અને એવાં ઘણાં દ્રવ્યોથી બુઢાપાને ટાળી શકાય છે એ વાત સાચી છે? આયુર્વેદમાં કોઈ ઉત્તમ સેક્સ-ટૉનિક હોય છે જે લેવાથી શરીર અને સેક્સ બન્નેને ફાયદો થાય?

જવાબ : કેટલાકનું શરીર પચાસ વર્ષે ઘરડું લાગવા લાગે તો કેટલાક ૮૫ વર્ષે પણ મસ્ત કડેધડે હોય છે. એક વાત સમજવી જરૂરી છે કે બુઢાપો કંઈ એકાએક નથી આવી ચડતો. વર્ષો સુધી જ્યારે આપણે શરીરની કાળજી નથી રાખતા ત્યારે શરીર નંખાઈ જાય છે. આયુર્વેદશાસ્ત્ર મુજબ રસાયણ આૈષધ એનો ચમત્કાર બતાવે એ માટે પહેલાં તો શરીર શુદ્ધ હોવું જરૂરી છે. જેમ કહેવાય છે કે મેલાં કપડાં પર ગમેએવો સારો રંગ હોય તોય એ ચડતો નથી ને ચડે તો એ જોઈએ એવો ચમકતો નથી એવી જ રીતે અશુદ્ધ શરીરમાં ગમે એટલી સારી ઔષધિ નાખવામાં આવે, એની યોગ્ય અસર ન થાય એવું પણ બને. શરીરશુદ્ધિ માટે પાચનતંત્રને મજબૂત કરવું મસ્ટ છે. એ માટે ત્રિફળા બેસ્ટ કહેવાય. હરડે, બહેડાં અને આમળાંનું મિશ્રણ થઈને બને છે ત્રિફળા. આ પણ ત્રિદોષનાશક ગુણવાળી આૈષધિ છે. પહેલાં એકાદ મહિનો રોજ રાતે સૂતાં પહેલાં ગરમ પાણી સાથે એક ચમચી આ ચૂર્ણ લેવું. એ પછીથી રોજ સવારે ઊઠીને નરણે કોઠે આ ચૂર્ણ ગરમ પાણી સાથે લઈ શકાય.


શરીર અને કામજીવન બન્ને માટે ઉત્તમ ગણાય એવો રસાયણ ગુણ ગાયના ઘીમાં છે. જોકે ગાયનું ઘી ચોખ્ખું હોય અને ભેળસેળ વિનાનું સાચું હોય એ જરૂરી છે. રોજ બે ચમચી ગાયનું ઘી રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ ગાયના દૂધમાં મેળવીને લેવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK