લગ્નને ત્રણ વર્ષ થયાં હોવા છતાં હજી પ્રેગ્નન્સીમાં સફળતા નથી મળી. ર્વીય કાઢીને સિરિન્જ દ્વારા યોનિમાર્ગમાં દાખલ કરવાથી પણ પ્રેગ્નન્સીના ચાન્સ વધે છે? શું અમારા કેસમાં એવું કરાય?

મને ફીમેલ સુપિરિયર પોઝિશન વધુ ગમે છે, પણ ડૉક્ટરનું કહેવું છે કે મેલ સુપિરિયર પોઝિશનથી પ્રેગ્નન્સીના ચાન્સ વધે છે

man



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : અમારાં લગ્નને ત્રણ વર્ષ થયાં હોવા છતાં હજી પ્રેગ્નન્સીમાં સફળતા નથી મળી. મને ફીમેલ સુપિરિયર પોઝિશન વધુ ગમે છે, પણ ડૉક્ટરનું કહેવું છે કે મેલ સુપિરિયર પોઝિશનથી પ્રેગ્નન્સીના ચાન્સ વધે છે. શું આ સાચું છે? મારા શુક્રાણુઓની સંખ્યા પણ ઓછી છે. એને વધારવા માટે હૉમોર્ન્સની દવા લેવી પડશે એવું ડૉક્ટરનું કહેવું છે. તમે કેટલાક લોકોને સલાહ આપતા હતા કે ર્વીય કાઢીને સિરિન્જ દ્વારા યોનિમાર્ગમાં દાખલ કરવાથી પણ પ્રેગ્નન્સીના ચાન્સ વધે છે? શું અમારા કેસમાં એવું કરાય?

જવાબ : સૌથી પહેલાં તો એક વાત સમજવી જરૂરી છે કે મેલ સુપિરિયર પોઝિશનમાં ર્વીયને ડાયરેક્ટ અંદર જવાનો માર્ગ મળી રહે છે, જ્યારે ફીમેલ સુપિરિયર પોઝિશનમાં ર્વીયસ્ખલન થયા પછી એ અંદર ઊંડે જવાને બદલે બહારની તરફ નીકળી જઈ શકે છે; પણ તમે ચાર વર્ષથી પ્રયત્ન કરો છો છતાં સફળતા નથી મળી એટલે પોઝિશનથી ખાસ ફરક નહીં પડે.

તમારા સ્પર્મ કાઉન્ટ કેટલા ઓછા છે એ જાણ્યા પછી આગળ કેવી ટ્રીટમેન્ટ કરવી એ નક્કી થાય. જો જરૂર કરતાં કાઉન્ટ થોડાક જ ઓછા હોય તો કદાચ તમે કહ્યું એમ ર્વીય કાઢીને સિરિન્જ દ્વારા યોનિમાર્ગમાં દાખલ કરવાની પદ્ધતિથી ચાલી જાય, પણ જો બૉર્ડરલાઇન કરતાંય ઘણા ઓછા હોય તો આ પ્રક્રિયાથી પણ ખાસ ફાયદો નહીં થાય. આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે એટલે તમારે પિત્તનું શમન કરે એવી ચીજો લેવી. જેમ કે ગાયનું ઘી, ગાયનું દૂધ, સૂકી કાળી દ્રાક્ષ જેવી ચીજો લેવી જોઈએ. સૉફટ ડ્રિન્ક્સ, દારૂ, તમાકુ, સ્મોકિંગની આદત હોય તો પહેલાં જ છોડી દેવી. ખાવામાં મરચાં-મસાલાવાળા ખોરાકનું સેવન બંધ કરવું. અતિશય ગરમ પાણીથી નાહવાનું, ટાઇટ જીન્સ પહેરવાનું બંધ કરવું.

રોજ સવાર-સાંજ બે વાર અંડકોશ એટલે કે વૃષણ એક ટમ્બલરમાં બરફવાળા ઠંડા પાણીમાં ડુબાડીનેપાંચ-દસ મિનિટ હળવા હાથે મસળવા. શુક્રજંતુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે એટલે આ પ્રયોગથી શુક્રજંતુની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK