ઘણા સમયથી સમાગમ દરમ્યાન પૂરતી ઉત્તેજના નથી આવતી. કોઈ ઉપાય બતાવો?

મારી ઉંમર ૫૪ વર્ષ છે. ઘણા સમયથી સમાગમ દરમ્યાન પૂરતી ઉત્તેજના નથી આવતી.

depress1

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૫૪ વર્ષ છે. ઘણા સમયથી સમાગમ દરમ્યાન પૂરતી ઉત્તેજના નથી આવતી. બ્લુ ફિલ્મ કે અન્ય ઉત્તેજક દૃશ્યો જોઈને કાલ્પનિક સ્ટિમ્યુલેશન મળે તો વાંધો નહોતો આવતો. જોકે હમણાંથી એની અસર પણ ઘટી ગઈ છે. પૂરતી ઉત્તેજના આવે એ માટે વિદેશી વાયેગ્રાની ટ્રાય કરી હતી. એનાથી જાતીય ક્રીડાનો અનુભવ સુપર્બ રહ્યો. ઉત્તેજના બરાબર આવી અને સંભોગ પણ લાંબો ચાલ્યો. જોકે એ ગોળી લીધા પછીની સવારે ખૂબ માથું દુખવા લાગે છે અને ક્યારેક તો ઊલટી થઈ જશે એવું લાગે છે. લગભગ અડધો દિવસ માથું ભારે રહે છે. શું એવી કોઈ ગોળી નથી જે લીધા પછી મારી સમસ્યાનું નિવારણ થાય અને માથું પણ ન દુખે?

જવાબ : તમને ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવાની સમસ્યા કેટલા વખતથી છે એ તમે નથી જણાવ્યું. પત્ર પરથી તો લાગે છે કે ઘણા વખતથી આ સમસ્યા છે અને તમે એની યોગ્ય તપાસ કરાવી નથી. વાયેગ્રા એ પ્રિãસ્ક્રપ્શન દ્વારા મળતી દવા છે. એટલે કોઈકે કહ્યું એટલે દવા લઈ લીદી એવું ન કરવું. જાતીય જીવનના સુધારા માટે વાયેગ્રા હોય કે અન્ય કોઈ પણ દવા, બને ત્યાં સુધી એ જાતે જ લેવાનું શરૂ કરી દેવાને બદલે ફૅમિલી ડૉક્ટર કે કન્સર્ન ડૉક્ટરની સલાહ લઈને પછી જ આગળ વધવું.

સૌથી પહેલાં તો તમારે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલનું પ્રમાણ ચકાસવાની ટેસ્ટ કરાવવી જરૂરી છે. શું તમને બ્લડપ્રેશરની તકલીફ છે? એ માટેની કોઈ ગોળીઓ ખાઓ છો? અન્ય કોઈ સમસ્યા માટે કોઈ મેડિકેશન ચાલુ છે? આ બધાને ધ્યાનમાં લેવું જરૂરી છે. આમ તો વાયેગ્રા લીધા પછી માથું દુખવું એ એક કૉમન આડઅસરનું જ લક્ષણ છે, પરંતુ તમને ઇન્દ્રિય ઉત્થાનમાં કેમ તકલીફ પડે છે એનું મૂળ કારણ સમજવા માટે થઈને ઉપર જણાવ્યા મુજબના નિદાન ટેસ્ટ કરાવવા જરૂરી છે.

તમે એક વાર તમારા રિપોર્ટ્સ અને કઈ દવાઓ લો છો એની વિગતવાર માહિતી લખી મોકલાવશો તો આગળ શું કરવું એનું માર્ગદર્શન થઈ શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK