મારા ઇન્દ્રિયની સાઇઝ નાની છે? મોટી કરવા આયુર્વેદિક દવા શરૂ કરી છે પણ કઈ ફરક નથી. શું કરવું?

મારી ઉંમર ૩૪ વર્ષ છે. છેલ્લાં ૧૧ વરસથી હસ્તમૈથુનથી જ સંતોષ મેળવતો આવ્યો છું.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૩૪ વર્ષ છે. છેલ્લાં ૧૧ વરસથી હસ્તમૈથુનથી જ સંતોષ મેળવતો આવ્યો છું. હા, વચ્ચે ક્યારેક કૉલગર્લ પાસે ગયેલો. છેલ્લે જ્યારે હું જે છોકરીને મળેલો તેણે મને એક ક્લિપ બતાડેલી જેમાં પુરુષનો પ્રાઇવેટ પાર્ટ ઘણો જ લાંબો હતો. તેનું કહેવું છે કે તેની પાસે આવતા કસ્ટમર્સનો પાર્ટ આટલો લાંબો હોય છે. હવે મારાં લગ્ન થવાનાં છે ત્યારે ચિંતા થાય છે. આયુર્વેદિક લિંગવર્ધક દવાથી માલિશ બે મહિનાથી શરૂ કરી છે, પણ હજી સુધી ખાસ ફરક નથી. દસ દિવસ હસ્તમૈથુન ન કરું તો ઉત્તેજના વખતે ઇન્દ્રિય બરાબર હોય છે, પણ હસ્તમૈથુન કરવાની ઇચ્છા વધુમાં વધુ અઠવાડિયા સુધી જ ટાળી શકું છું. ખૂબ મોડેથી લગ્ન થઈ રહ્યાં છે ત્યારે મને ખૂબ એક્સાઇટમેન્ટ છે, પણ સાથે ડર પણ છે કે તેને હું સંતોષી નહીં શકું તો?

જવાબ:
કોઈ કૉલગર્લે પૉર્ન-ક્લિપ બતાડી અને એમાં પુરુષનાં અંગો જોઈને તમે એને આઇડિયલ માની લીધાં. સૌથી પહેલાં તો મને કહો કે તમને કોણે કહ્યું કે તમારી ઇન્દ્રિયની સાઇઝ નાની છે? શું કોઈ ક્વૉલિફાઇડ સેક્સોલૉજિસ્ટ પાસે ચેકઅપ કરાવ્યું છે? તમે બે મહિનાથી જાતે જ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, પણ ખરેખર તમને ફિઝિકલ ટ્રીટમેન્ટની કોઈ જરૂર છે ખરી? મારી દૃષ્ટિએ નથી.

તમે જ કહો છો કે હસ્તમૈથુન ન કર્યું હોય ત્યારે ઇન્દ્રિયની સાઇઝ મોટી હોય છે. ક્યારેક મોટી હોય અને ક્યારેક નાની એવું શક્ય છે ખરું? આ બધું જ કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો યોગાનુયોગ છે. ઇન્દ્રિય મોટી હોય તે વ્યક્તિમાં વધુ પુરુષાતન હોય એવું જો તમે માનતા હો તો એ ભ્રમ કાઢી નાખવો જરૂરી છે. સ્ત્રીના યોનિમાર્ગની કુલ લંબાઈ છ ઇંચ હોય છે, પણ એના આગળના બે ઇંચ ભાગમાં જ સંવેદના હોય છે.

તમે જે દવાઓ લો છો એનાથી કોઈ જ ફરક નથી પડવાનો, કેમ કે હજી સુધી ઇન્દ્રિયને લાંબી કરે એવી કોઈ જ દવા શોધાઈ નથી. તમે ઇન્દ્રિયની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપો. લગ્નજીવનની શરૂઆતમાં નાહકની ઍન્ગ્ઝાયટી ઊભી કરશો તો ન હોય ત્યાંથી સમસ્યાઓ આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK