શું યુગલની જાતીય આદતોની અસર તેમનાં સંતાનોના સ્વાસ્થ્ય પર પડે ખરી?

તમે સલાહ આપતા હો છો કે સંબંધ કેટલી વાર બાંધીએ છીએ એ અગત્યનું નથી, ક્વૉલિટી વધુ મહત્વની છે.

man

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : તમે સલાહ આપતા હો છો કે સંબંધ કેટલી વાર બાંધીએ છીએ એ અગત્યનું નથી, ક્વૉલિટી વધુ મહત્વની છે. એ વાત સાથે હું લૉજિકલી સહમત થતો હોવા છતાં મને વધારે સમાગમ કરવાનું મન થાય છે. ધારો કે વધુ મન થતું હોય તો એનાથી ભવિષ્યમાં આવનારાં બાળકના સ્વાસ્થ્ય પર એની અસર પડે ખરી? મારી જાણમાં એવાં બે યુગલો છે જેઓ બહુ રોમૅન્ટિક અને સેક્સ્યુઅલી અતિઍક્ટિવ હતાં. તેમને ત્યાં જન્મેલાં સંતાનો બહુ પાતળાં અને નબળાં છે. એમાંય બન્ને પુરુષોને નાનપણથી હસ્તમૈથુનની આદત હતી. શું યુગલની જાતીય આદતોની અસર તેમનાં સંતાનોના સ્વાસ્થ્ય પર પડે ખરી? અમે હજી બાળકોનું પ્લાનિંગ કર્યું નથી, એકાદ વરસ પછી અમે વિચારવાનાં છીએ એટલે ચિંતા એ થાય છે કે જો વધુ વાર સમાગમ કરીને વીર્ય વહાવી દેવાશે તો શું બાળકના સ્વાસ્થ્ય પર એની કોઈ અસર થાય?

જવાબ : બાળકના સ્વાસ્થ્યનો આધાર માતા અને પિતાના જિનેટિક બંધારણ પર આધારિત છે. એટલે કે જો પતિ કે પત્નીમાં જો કોઈ જનીનગત ખામી કે ઊણપ હોય તો એનાથી બાળક નબળું કે ખામીયુક્ત આવી શકે છે. બાળકની હેલ્થ અને વધુપડતું વીર્ય વહી જવાને કોઈ સંબંધ નથી. હા, તમારી ખરાબ જીવનશૈલીને કારણે જનીનગત ખામી વિકસી શકે છે. બેમાંથી કોઈ પણ પાર્ટનરને તમાકુ કે દારૂનું વ્યસન હોય કે પછી પ્રેગ્નન્સી પહેલાં અને દરમ્યાન સ્વસ્થ તેમ જ સંતુલિત આહાર લેવાની આદત ન હોય તો બાળકના વિકાસમાં તકલીફ આવી શકે છે.

બાળકના વિકાસમાં માતાપિતાની ઉંમર પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. મોટી ઉંમરે બાળક પેદા થાય ત્યારે પણ બાળકના વિકાસમાં તકલીફ થવાની શક્યતા રહે છે.

વધુ વાર વીર્ય વહી જવાથી વીર્યની કદાચ ક્વૉન્ટિટી ઘટી જાય એવું બને. વીર્ય પાતળું પણ પડી શકે, પણ એનાથી શુક્રાણુ નબળા થઈ જાય એવું નથી હોતું. વીર્ય સંઘરી રાખવાથી શુક્રાણુ સ્ટ્રૉન્ગ પણ નથી થઈ જતા. જો એમ થતું હોય તો જેમના શુક્રાણુ નબળા હોય છે તેઓ જો એક મહિનો બ્રહ્મચર્ય પાળ્યા પછી જે વીર્ય કાઢે એ એકદમ સ્ટ્રૉન્ગ હોવું જોઈએ. પણ એમ નથી થતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK