મોટી ઉંમરે પણ હંમેશાં કૉન્ડોમ વાપરવામાં આવે તો એનાથી કોઈ નુકસાન થાય? કૉન્ડોમ ન વાપરવાના બીજા કોઈ ગેરફાયદા ખરા?

કૉન્ડોમનો ઉપયોગ ન કરવાથી બીજાં ઘણાં અનિચ્છનીય પરિણામોની શક્યતા ઊભી થાય છે

man



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : અમે સિનિયર સિટિઝન છીએ. વાઇફ મેનોપૉઝમાં આવી ચૂકી છે. પાંચ વર્ષથી માસિક બંધ થઈ ગયું છે. દીકરો-દીકરી પરણીને ઠરીઠામ થઈ ગયાં છે. હવે હુતો-હુતી બે જણ જ છીએ. જ્યારથી એકલા પડ્યાં છીએ ત્યારથી અઠવાડિયે એકાદ વાર સમાગમ માણવાનું જરૂર થાય છે. હજીયે અમે કૉન્ડોમ વાપરીએ એવો મારી વાઇફનો આગ્રહ છે. ક્યારેક ઇમર્જન્સીમાં કૉન્ડોમ હાથવગું ન હોય તો હું સ્ખલન યોનિમાં કરવાને બદલે બહાર કરું છું. મારી વાઇફને એ નથી ગમતું. હવે મેનોપૉઝ પછી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નથી એવું સમજાવ્યું તો તેનું કહેવું છે કે એ પછી બધું ગંદું થાય છે એ નથી ગમતું. એટલું જ નહીં, કૉન્ડોમ વાપરવાથી તેને વધુ મજા આવે છે. શું આવું બની શકે? બીજું, મોટી ઉંમરે પણ હંમેશાં કૉન્ડોમ વાપરવામાં આવે તો એનાથી કોઈ નુકસાન થાય? કૉન્ડોમ ન વાપરવાના બીજા કોઈ ગેરફાયદા ખરા?

જવાબ : કૉન્ડોમનો ઉપયોગ ન કરવાથી બીજાં ઘણાં અનિચ્છનીય પરિણામોની શક્યતા ઊભી થાય છે, પરંતુ હજી સુધી કૉન્ડોમ વાપરવાથી કોઈને કંઈ પણ આડઅસર થઈ હોય એવું જાણવા નથી મYયું. એમાં વપરાતું લેટેક્સ મટીરિયલ સ્કિન માટે ઍલર્જિક નથી હોતું. ધારો કે એ તમને સૂટ ન થતું હોય તો એ પહેલી જ વારમાં ખબર પડી જાત. હા, જો તમે જાતજાતનાં ફ્લેવર્ડ કૉન્ડોમ્સ વાપરતા હો તો કદાચ એ ફ્લેવર માટે વપરાયેલાં કેમિકલ્સ માફક ન આવવાથી આસપાસની ત્વચાને ક્યારેક ઇરિટેશન થઈ શકે છે. જોકે એ પણ ટેમ્પરરી અને તરત જ દેખાતાં લક્ષણો છે.

બીજું, મેનોપૉઝ પછી ઉત્તેજના વખતે સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટનું પ્રમાણ પહેલાં કરતાં ઘટે છે અને ત્વચા વધુ પાતળી થાય છે. કૉન્ડોમમાં નૅચરલ લુબ્રિકન્ટ્સ જ વપરાયાં હોવાથી યોનિમાર્ગમાં ઓછી ચીકણાહટ હોય તોપણ ઘર્ષણ ઓછું ફીલ થાય છે. એને કારણે પણ કદાચ તમારી વાઇફને એ ગમતું હશે. એટલું જ નહીં, કૉન્ડોમ માત્ર પ્રેગ્નન્સી ટાળવા માટેનું જ સાધન નથી, એનાથી તમે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પણ રક્ષણ મેળવો છો. આ હેલ્ધી આદત છે ને એના કોઈ ગેરફાયદા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK