સમાગમ દરમિયાન ઇન્દ્રિયની ચામડી પર બળતરા થાય અને ચીરા પડે છે. ચીરા ન પડે એ માટે શું કરવું?

હું ૨૮ વર્ષનો છું. લગ્નને આઠ મહિના થયા છે. મૅસ્ટરબેશનની આદત નહોતી.

depress1

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
હું ૨૮ વર્ષનો છું. લગ્નને આઠ મહિના થયા છે. મૅસ્ટરબેશનની આદત નહોતી. એક-બે વાર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા ત્યારે એ પછી આગળની સ્કિનમાં ખેંચાણ થયેલું અને લોહી નીકળેલું. જોકે એ સંબંધો ઝાઝા ન ટક્યા. લગ્ન પછી હવે ફરીથી સમસ્યા શરૂ થઈ છે. ઇન્દ્રિયની ચામડી પાછળ લેવામાં તકલીફ પડે છે. સમસ્યા એ છે કે સ્કિન પાછળ ખેંચું ત્યારે સ્કિન ફાટી જાય છે. છ-સાત દિવસ એમ જ રહેવા દઉં એટલે પાછું નૉર્મલ થઈ જાય, પણ જેવી ફરીથી ત્વચા પાછળ ખેંચું એટલે તકલીફ થાય. મૅસ્ટરબેશન પણ નથી થઈ શકતું. હા ક્યારેક કૉન્ડોમ પહેર્યું હોય તો વાંધો નથી આવતો. સમાગમ જેટલી ઉત્તેજના આપમેળે આવે અને ત્વચા પાછળ સરકાવું તોય બળતરા થાય અને ચીરા પડે જ છે. ચીરા ન પડે એ માટે શું કરવું?

જવાબ : પેનિસની ઉપર પ્રોટેક્ટિવ આવરણ જેવી ત્વચા આગળપાછળ સરકતી હોય છે, પરંતુ જો બાળપણથી જ આ ફોરસ્કિનને પાછળ લેવાની આદત ન પાડી હોય તો પુખ્ત વયે તકલીફ પડી શકે છે. ફોરસ્કિનને ઉપર-નીચે ઉતારવાની આદતથી માત્ર સમાગમમાં જ નહીં, પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતામાં પણ સારું રહે છે.

તમે હજી પણ નાહતી વખતે કોપરેલનાં બે-ત્રણ ટીપાં નાખી હળવે હાથે માલિશ કરીને ચામડી પાછળ લેવાની કોશિશ કરશો તો કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશો. અવારનવાર આમ કરવાથી ફૉરસ્કિન આગળ-પાછળ સરકતી થઈ શકે છે. ત્વચા પાછળ સરકાવતી વખતે વધુ જોર કરવું નહીં. ધારો કે ચીરા પડતા હોય તો ત્યાં દિવસમાં બે વાર ઍન્ટિ-બૅક્ટેરિયલ દવા લગાવવી. આ દવા લગાવવાનું ચાલુ હોય ત્યારે પણ અવારનવાર ત્વચાને પાછળ ખેંચીને સફાઈ કરવાની કોશિશ કરવી જરૂરી છે. આખી ત્વચા પરાણે પાછળ ખેંચીને મૅસ્ટરબેશન કરવાનું આ સમય દરમ્યાન ટાળવું.

જો વારંવાર ચીરા પડવાનું ચાલુ જ રહે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે. આવા સંજોગોમાં ઘણી વાર સુન્નતનું ઑપરેશન અનિવાર્ય હોય છે. સુન્નત કરાવ્યા પછી આ સમસ્યા નહીં થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK