મારી પત્નીનું માસિક બંધ થઈ ગયું છે. હવે તેને શારિરીક સંબંધમાં રસ નથી. ફક્ત મને સાથ આપવા ખાતર આપે છે. શું કરવું ?

હું ક્યાંક બીજે નજર ન દોડાવું માટે જ સાથ આપે છે. આવામાં શું કરવું

man



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી પત્નીની ઉંમર ૫૦ વર્ષ છે. છેલ્લા ઘણા સમયથી તેનું માસિક અનિયમિત હતું અને હવે તો સાવ જ બંધ થઈ ગયું છે. સ્વાભાવિકપણે અમારું બન્નેનું ધ્યાન હવે ધર્મ અને સામાજિક કાર્યોમાં વધુ હોય છે, એમ છતાં મને હજીયે જાતીય સંતોષની ઇચ્છા તો રહે જ છે. પત્નીને ઇચ્છા ઘટી ગઈ હોવાથી જ્યારે પણ હું તેને કહું તો માંડ તૈયાર થાય. એ પછી તેને પેઢુમાં દુખાવાની અને પ્રાઇવેટ પાર્ટમાં બળતરાની સમસ્યા રહે. માત્ર સેક્સની વાતે જ નહીં, ઘરની બીજી બાબતોમાં તે ઠંડી પડી ગઈ છે. કંઈક કહો એટલે ગુસ્સે થઈ જાય અથવા તો રડવા લાગે. મને એવું લાગે છે કે હૉમોર્નલ ચેન્જિસને કારણે તેનું મન બહુ ચંચળ થઈ ગયું છે. આ ઉંમરને કારણે હશે કે પછી ડિપ્રેશન હશે એ સમજવું મુશ્કેલ છે. તેનું કહેવું છે કે હવે તેને આ બધામાં જરાય રસ નથી પડતો, પણ હું ક્યાંક બીજે નજર ન દોડાવું માટે જ સાથ આપે છે. આવામાં શું કરવું? 

જવાબ : મેનોપૉઝને કારણે હૉમોર્ન્સના સ્તરમાં બદલાવ થવાથી પત્નીના વર્તનમાં આ પરિવર્તન આવ્યું છે એવી ધારણા ખોટી નથી. એક વાત સમજવાની જરૂર છે કે મેનોપૉઝની કામેચ્છા પર માઠી અસર થાય છે, પણ એ અસર કાયમી નથી હોતી. આ સમયગાળા દરમ્યાન સ્ત્રીના શરીરમાં હૉમોર્ન્સની મોટા પાયે ઊથલપાથલ થતી હોવાથી સ્વભાવ અને ગમા-અણગમામાં પરિવર્તનો આવે છે. આ પરિવર્તનો ટેમ્પરરી હોય છે. જો આ સમય દરમ્યાન માનસિક અસ્વસ્થતા વધુ જણાતી હોય તો સારા ગાયનેકોલૉજિસ્ટને સંપર્ક કરવો જેથી સપોર્ટિવ સારવાર દ્વારા મેનોપૉઝનાં લક્ષણોમાં રાહત મળી શકે.

માસિક બંધ થવાથી પ્રજનનક્ષમતાનો અંત આવી જાય છે, સેક્સલાઇફનો નહીં. સ્ત્રીઓ સેક્સ્યુઅલ સુખ આપવાનું અને અનુભવવાનું બન્ને ચાહે ત્યાં સુધી કરી શકે છે. હૉમોર્ન્સની કમીને કારણે સેક્સ દરમ્યાન યોનિમાર્ગમાં શુષ્કતા આવતી હોવાથી પીડા અને ઘર્ષણ થઈ શકે છે. ક્યારેક સમાગમ દરમ્યાન ઘર્ષણ વધુ થવાને કારણે ઇãન્દ્રય પણ લાલ થઈ જાય એ સ્વાભાવિક છે. એ માટે સાદું ચોખ્ખું કોપરેલ તેલ યોનિમાર્ગમાં લગાવવાથી ચીકાશને કારણે પીડાની સમસ્યા સૉલ્વ થઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK