ઉંમર વધવાથી વીર્યની માત્રા ઘટી જાય છે? સ્પર્મકાઉન્ટ જાણવા શું કરવું?

સેક્સની બાબતમાં હું એકલો હોવા છતાં ઍક્ટિવ રહ્યો છું એટલે પર્ફોર્મન્સની ચિંતા નથી.

depress

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૫ વર્ષ છે. થોડાક મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. સેક્સની બાબતમાં હું એકલો હોવા છતાં ઍક્ટિવ રહ્યો છું એટલે પર્ફોર્મન્સની ચિંતા નથી. મેં ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ્સ સાથે સંબંધો બાંધ્યા છે અને બધીને સંતુષ્ટ કરી શક્યો છું. હંમેશાં કૉન્ડોમ વાપરવાને કારણે કોઈનેય અનવૉન્ટેડ પ્રેગ્નન્સી નથી રહી. હાલમાં જેની સાથે મારાં લગ્ન થવાનાં છે તેની સાથે પણ મેં એક-બે વાર સંબંધો બાંધ્યા છે. મેં કૉન્ડોમ ન વાપર્યું હોવા છતાં તેને પ્રેગ્નન્સી નથી રહી. મને ઊંડે-ઊંડે લાગે છે કે મારામાં કંઈક કમી તો નહીં હોયને? મોટી ઉંમરે શુક્રાણુઓ ઘટી જાય છે એટલે હું પિતા તો બની શકીશને? હાલની પાર્ટનર અને ભાવિ પત્ની મારાથી છ વરસ નાની છે એટલે તે ફિટ હશે, પણ મારા વીર્યમાં કમી હશે તો? પહેલાં કરતાં વીર્યની માત્રા પણ ઓછી હોય છે એટલે ચિંતા થાય છે. ઉત્તેજના અને પર્ફોર્મન્સ બરાબર હોય તો ફર્ટિલિટી પર અસર પડે? સ્પર્મકાઉન્ટ જાણવા માટે શું કરવું?

જવાબ : ઉંમર વધવાને કારણે વીર્યની માત્રામાં ફરક આવે એ સમજી શકાય એમ છે, પણ જો તમે વધુ ઍન્ગ્ઝાયટીમાં રહેશો તો એની વિપરીત અસર પડી શકે છે. બને એટલા રિલૅક્સ્ડ રહો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, જો તમારે ચેક કરવું હોય તો ત્રણ-ચાર દિવસ સુધી હસ્તમૈથુન, સંભોગ કે સ્વપ્નદોષથી વીર્યસ્ખલન ન થયું હોય એ પછી જ વીર્ય આપવાનું રાખવું. એટલે કે તમે જ્યારે વીર્ય ટેસ્ટિંગ માટે આપો એના ત્રણ-ચાર દિવસ પહેલાંથી હસ્તમૈથુન કે સંભોગથી વર્જિત રહેવું. તમે જે લૅબોરેટરીમાં વીર્યની ટેસ્ટ કરાવવાના હો ત્યાં જઈને જ વીર્યનું સ્ખલન કરીને વીર્યનું સૅમ્પલ આપી શકો તો બેસ્ટ. ઘણી વ્યક્તિઓને ઑન ડિમાન્ડ અથવા એક રૂમમાં હસ્તમૈથુનથી વીર્યનું સ્ખલન કરવામાં તકલીફ પડતી હોય છે. તેમણે લૅબમાંથી આગલા દિવસે એક બૉટલ લઈ જઈને ઘરે સ્ખલન કરીને સૅમ્પલ આપવું. સૅમ્પલ લીધા પછી વધુમાં વધુ અડધા કલાકમાં લૅબોરેટરીમાં પહોંચાડી દેવું જરૂરી છે. તમારા રિપોર્ટ્સ અમને મોકલશો તો જરૂરી માર્ગદર્શન આપીશું.

એવું ધારી લેવાની જરૂર નથી કે તમારામાં ખામી છે જ. હજી લગ્ન થવા દો. ધારો કે શરૂઆતના થોડાક મહિનાઓમાં બાળક ન થયું તો વધુ પરીક્ષણો કરીને રસ્તો નીકળી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK