સમાગમ વખતે ર્વીયસ્ખલન અંદર કરવાને બદલે બહાર કરવામાં તેમને ઑર્ગેઝમનો આનંદ નથી મળતો

સમાગમ વખતે ર્વીયસ્ખલન અંદર કરવાને બદલે બહાર કરવામાં તેમને ઑર્ગેઝમનો આનંદ નથી મળતો

wife



સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. ત્રણ મહિના પહેલાં લવમૅરેજ થયાં છે. એ પહેલાં અમે કદી ઇન્ટિમેટ થયાં નહોતાં. લગ્ન પછી પણ પ્રેગ્નન્સીની ચિંતા રહ્યા કરે છે, કેમ કે હું હજી ભણી રહી છું. પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂÊરું કરી, નોકરી કરીને પછી પરિવાર શરૂ કરવો છે. ફૅમિલી-પ્લાનિંગ માટે અત્યારે તો પુલઆઉટ મેથડ વાપરીએ છીએ. સમાગમ વખતે ર્વીયસ્ખલન અંદર કરવાને બદલે બહાર કરવામાં તેમને ઑર્ગેઝમનો આનંદ નથી મળતો. મારી મોટી બહેને કૉપર-ટી પહેરી છે ને એકદમ નચિંત થઈ ગઈ છે. કૉપર-ટી પહેરવા છતાં મારી સિસ્ટર કૉન્ડોમનો આગ્રહ રાખે છે. શું એમ કરવું અનિવાર્ય છે? ઓરલ પિલ્સથી ફર્ટિલિટી પર માઠી અસર પડે?

જવાબ : તમે પહેલેથી ફૅમિલીનું પ્લાનિંગ ક્યારે કરવું એ બાબતે સ્પષ્ટ થઈ ગયા છો એ ખૂબ સારી વાત છે. પુલઆઉટ મેથડ એટલે સ્ખલન પહેલાં જ ઇãન્દ્રય યોનિમાંથી કાઢી લેવાની રીત. આ પદ્ધતિથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સીથી પ્રોટેક્શન મળે છે, પણ ૧૦૦ ટકા નહીં. એનાથી સતત પુરુષના મનમાં ટેન્શન રહે છે કે સ્ખલન થાય ત્યારે ઈન્દ્રિય કાઢી લેવાની છે. એથી ઍન્ગ્ઝાયટીને કારણે આનંદમાં ઓટ આવે છે. બીજી તરફ ફીમેલ પાર્ટનરને પણ ઍન્ગ્ઝાયટી રહે છે કે જો ક્યાંક અંદર સ્ખલન થઈ ગયું તો તકલીફ થશે. એને કારણે બન્ને જણ સમાગમનો પૂરતો આનંદ નથી ઉઠાવી શકતા.

કૉપર-ટી પહેરવાનો વિકલ્પ જ્યાં સુધી બાળક ન થયું હોય ત્યાં સુધી ઠીક નથી. એનું કારણ એ છે કે કૉન્ટ્રાસેપ્ટિવ રિંગ બધાને સદતી નથી. જો એ ન સદે તો ઇન્ફેક્શન થઈ શકે છે અને આ ઇન્ફેક્શન અંદર સુધી જતું રહે તો ફૅલોપિયન ટuુબને બ્લૉક કરી દઈ શકે છે. તમારી મોટી બહેનને સંતાનો થઈ ગયાં હશે એટલે તેમને કૉપર-ટી પહેરવાની સલાહ આપવામાં આવી હશે. તમારા ગાયનેકોલૉજિસ્ટને મળીને કઈ ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ લેવી એ નક્કી કરી શકો છો. એનાથી ફર્ટિલિટી પર કોઈ માઠી અસર નથી થતી. બાકી પ્રેગ્નન્સી અને ઇન્ફેક્શન બન્નેથી બચવા માટે કૉન્ડોમ ૯૯.૯ ટકા સુરક્ષિત છે. જોકે પ્રત્યેક સમાગમ વખતે કૉન્ડોમનો ઉપયોગ આવશ્યક છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK