કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે એવો કોઈ ઉકેલ ખરો?

મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. કૉન્ડોમનું ઇમ્પોર્ટન્સ મને ખબર છે, પરંતુ જ્યારે પણ હું કૉન્ડોમ વિના સમાગમ કરું છું ત્યારે મને ખૂબ મજા આવે છે.

depress1

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :  મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. કૉન્ડોમનું ઇમ્પોર્ટન્સ મને ખબર છે, પરંતુ જ્યારે પણ હું કૉન્ડોમ વિના સમાગમ કરું છું ત્યારે મને ખૂબ મજા આવે છે. જ્યારે કૉન્ડોમ પહેરેલું હોય ત્યારે કૉન્ડોમને લીધે ત્વચાનો ડાયરેક્ટ સ્પર્શ થતો ન હોવાથી સ્ખલન અવસ્થા સુધી પહોંચતાં ખૂબ વાર લાગે છે. અમારે બીજું બાળક નથી જોઈતું એટલે કૉન્ડોમ પહેરવું જરૂરી છે એવું પણ મને સમજાય છે. તો શું મારે કોઈ જુદી જાતનું કૉન્ડોમ પહેરવું જોઈએ? મારી પત્ની કહે છે કે મારી આ સમસ્યા શારીરિક નહીં, માનસિક છે. કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે એવો કોઈ ઉકેલ ખરો?

જવાબ : તમારી સમસ્યા એ છે કે તમને કામેચ્છા જાગ્રત થાય છે, ઇãન્દ્રયમાં યોગ્ય ઉત્તેજના આવે છે અને યોનિપ્રવેશ કરી શકો છો પણ માત્ર સ્ખલનમાં સમસ્યા થાય છે.  યોનિમાર્ગના સ્પર્શનો અહેસાસ થતો ન હોવાને કારણે ઉત્તેજનાની પરાકાષ્ઠામાં મોડું થાય છે.  આવા સમયે બે ચીજો થઈ શકે. એક તો એ કે તમારે ઉત્તેજના વધે એ માટે ફોર-પ્લેમાં થોડોક વધુ સમય ગાળવો. બીજું, અત્યંત પાતળાં લેટેક્સનાં કૉન્ડોમ આવે છે એ તમે વાપરવાનું રાખો. એમ કરવાથી સ્પર્શ સંવેદના સાવ બ્લૉક નહીં થાય. બની શકે કે એ પછીયે ડાયરેક્ટ યોનિસ્પર્શ ન થતો હોવાથી તમને કોઈ ખાસ ફરક ન પડે. આ માટે તમે બીજો પ્રયોગ કરી જુઓ. હસ્તમૈથુન વખતે પણ જો તમે હાથની મુઠ્ઠી લૂઝ રાખશો તો સ્ખલન અવસ્થાનો અહેસાસ નહીં થાય અને મુઠ્ઠી ભિડાવીને રાખશો તો જલદી સ્ખલન અવસ્થા પર પહોંચશો. મૈથુનનું પણ આવું જ છે.

તમે અત્યારે જે પ્રમાણે કરો છો એ જ પ્રમાણે ચાલુ રાખો. પાતળું કૉન્ડોમ પહેરીને યોનિપ્રવેશ કરો. એ પછી તમારી વાઇફને બેઉ પગïની આંટી મારવાનું કહો. એમ કરવાથી તેની એક પગની એડી પર બીજા પગની એડી આવી જશે. આમ કરવાથી ઇãન્દ્રય યોનિમાર્ગમાં વધુ ભિડાશે અને સ્પર્શની અનુભૂતિમાં અદ્ભુત વધારો થશે. આ પોઝિશનમાં મૂવમેન્ટ કરવાથી તમે સહેલાઈથી સ્ખલન અવસ્થા પર પહોંચી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK