ડાબા પગની સાથળની ઉપરની બાજુએ અને ઈન્દ્રિયની ઉપર ડાબી બાજુએ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે. શું આ કૅન્સરની ગાંઠ તો નહીં હોયને?

મારી ઉંમર ૬૪ વર્ષ છે. કામેચ્છા સાવ ઘટી ગઈ છે, પરંતુ જ્યારે સમાગમ કરું ત્યારે ખાસ વાંધો નથી આવતો



man

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૬૪ વર્ષ છે. કામેચ્છા સાવ ઘટી ગઈ છે, પરંતુ જ્યારે સમાગમ કરું ત્યારે ખાસ વાંધો નથી આવતો. સમસ્યા એ છે કે ડાબા પગની સાથળની ઉપરની બાજુએ અને ઈન્દ્રિયની ઉપર ડાબી બાજુએ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે. આમ તો એ ભાગ નરમ છે અને દબાવવાથી પીડા નથી થતી. હસ્તમૈથુન કરું કે સમાગમ ત્યારે એમાં કોઈ પીડા નથી થતી, પણ ગાંઠ જેવું ઊપસેલું હોવાથી છેલ્લા બે મહિનાથી મેં હસ્તમૈથુન કે મૈથુન કરવાનું બંધ કરી દીધું છે. એ છતાં ગાંઠમાં ખાસ ફરક નથી પડ્યો. ટૉઇલેટ કઠણ આવતું હોવાથી એ માટે જોર કરું ત્યારે એ ભાગમાં દુખે છે. શું આ કૅન્સરની ગાંઠ તો નહીં હોયને? મને છેલ્લાં પંદર વરસથી હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ છે. જોકે હું દવા નથી લેતો, ક્યારેક બહુ ચક્કર જેવું લાગે ત્યારે જ દવા લઉં છું. હમણાંથી બીપીની તકલીફ પણ અવારનવાર થાય છે ને એ માટે ગોળી પણ લેવી પડે છે. ગોળીને કારણે તો આ તકલીફ વકરી નહીં હોયને?

જવાબ : શરીરમાં ક્યાંય પણ ગાંઠ ઊપસી હોય તો એ બાબતે બેદરકાર ન રહેવું જોઈએ. આમ તો તમે ઊપસેલા ભાગનું જે વર્ણન કર્યું છે અને ટૉઇલેટ વખતે પ્રેશર આપતાં દુખાવો થાય છે એ લક્ષણો પરથી મને એ કૅન્સર નહીં, પણ હર્નિયા હોવાની શક્યતા વર્તાય છે. જોકે ક્લિનિકલ તપાસ વિના નિદાન ન થઈ શકે.  બ્લડ-પ્રેશરની સમસ્યાને આ તકલીફ સાથે સીધી લેવાદેવા નથી.

હર્નિયા હોય તો તમારે હંમેશાં લંગોટ ચુસ્ત રહે એવો પહેરવો, વધુપડતું વજન ન ઊંચકવું. એ અંગો પર પ્રેશર આવે એવી કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી. હા, કબજિયાત ન રહે એનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર ટૉઇલેટ જતી વખતે વધારે જોર કરવાથી હર્નિયામાં વધારે તકલીફ થશે. વધુપડતી ખાંસી ન થવી જોઈએ, નહીંતર પ્રેશર વધારે આવે અને હર્નિયાની સમસ્યા વકરી શકે.

આ સંજોગોમાં સમાગમ કે હસ્તમૈથુન ન કરવું જ હિતાવહ રહેશે. વધુ રાહ જોયા વિના સારા સજ્ર્યનને કન્સલ્ટ કરવા જરૂરી છે. યોગ્ય નિદાન અને એની ચિકિત્સા થવી જરૂરી છે. જરૂર લાગે તો ઑપરેશન પણ કરાવીલેવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK