જીન્સ ન પહેરવાથી શુક્રાણુ ઘટવાનું બંધ થઈ જશે?

મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારે એક બાળક છે ને અમે બીજા બાળક માટે મથીએ છીએ. વરસેક પહેલાં સ્પર્મકાઉન્ટ ચેક કરાવેલો તો નૉર્મલ રેન્જમાં હતો, હમણાં ફરી ટેસ્ટ કરાવી તો એ બૉર્ડરલાઇન પર આવી ગયો છે. ડૉક્ટરનું કહેવું છે કે...

 

સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારે એક બાળક છે ને અમે બીજા બાળક માટે મથીએ છીએ. વરસેક પહેલાં સ્પર્મકાઉન્ટ ચેક કરાવેલો તો નૉર્મલ રેન્જમાં હતો, હમણાં ફરી ટેસ્ટ કરાવી તો એ બૉર્ડરલાઇન પર આવી ગયો છે. ડૉક્ટરનું કહેવું છે કે હું દિવસમાં ત્રણેક કલાક બાઇક ચલાવું છું એટલે આમ થાય છે. ડૉક્ટર કહે છે કે મારે જીન્સ પહેરવાનું પણ છોડી દેવું જોઈએ. શું આવું કરવાથી ફરીથી મારા શુક્રાણુ નૉર્મલ થઈ જશે? મારી વાઇફને પ્રોલૅક્ટિન હૉમોર્ન્સ વધારે હોવાથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. હજીય સમય જશે એમ શુક્રાણુ ઘટતા જશે એવું ડૉક્ટરનું કહેવું છે એટલે અમને બન્નેને ચિંતા થાય છે. વાઇફની સારવાર થાય ત્યાં સુધીમાં શું કરી શકાય?

 

જવાબ : એવી કોઈ પાકું રિસર્ચ થયું નથી કે બાઇક ચલાવવાથી સ્પર્મકાઉન્ટ ઘટી જાય, પણ એટલું કહી શકાય કે શુક્રાણુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે એટલે જો બાઇકની હીટથી સતત એ ભાગ એક્સપોઝ થતો રહેતો હોય તો શુક્રાણુ પર એની અસર પડી શકે છે. કેટલાક સર્વેમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે ટાઇટ જીન્સ પહેરવાને કારણે પણ શુક્રાણુ પર અસર થઈ શકે છે. ધારો કે બાઇકની સીટ વધુ ગરમ થાય એવી હોય તો એની પર સૉફ્ટ ગાદી રાખો. જીન્સને બદલે કૉટનનું પૅન્ટ પહેરવાનું રાખો.

દિવસમાં બે વાર ઠંડાં પાણીમાં બરફ નાખીને ટબલરમાં બન્ને અંડકોષ ડુબાડીને પાંચ-સાત મિનિટ માટે મસળવા. તીખો, તળેલો, મરચાં-મસાલા અને નમકીનવાળો ખોરાક ખાવાનું ટાળવું. દારૂ, સિગારેટની આદત હોય તો એ છોડવી.

સૌથી વધુ અગત્યનું છે તમારા વાઇફની પ્રોલૅક્ટિન હૉમોર્ન્સ ઘટાડવાની સારવાર કરાવવાની. લેવલ કેટલું વધારે છે એ અનુસાર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરીને દવા આપવાની રાખશો તો ત્રણ-ચાર મહિનામાં જ લેવલ કાબૂમાં આવી જઈ શકે છે. ધારો કે એ પછી નૉર્મલ પ્રેગ્નન્સી રહે તો પણ શરૂઆતના ત્રણથી ચાર મહિના આ ગોળીઓ લેવાની ચાલુ રાખવી જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK