સેક્સ સંવાદ - વધુમાં વધુ કેટલી વાર સમાગમ કરવાથી નપુંસકતા ન આવે?

મારાં લગ્નને પાંચ વરસ થયાં છે. પહેલાં અમે લગભગ આંતરે દિવસે સમાગમ કરતાં હતાં, પણ છેલ્લાં બે વરસથી અઠવાડિયે-દસ દિવસે એકાદ વાર સમાગમ કરીએ છીએ. લોકો કહે છે કે બાળક આવી જાય એ પછીથી સમાગમની ફ્રીક્વન્સી ઘટી જાય, પણ હજી અમે એક વરસ સુધી બાળક નથી ઇચ્છતાં.

 

સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને પાંચ વરસ થયાં છે. પહેલાં અમે લગભગ આંતરે દિવસે સમાગમ કરતાં હતાં, પણ છેલ્લાં બે વરસથી અઠવાડિયે-દસ દિવસે એકાદ વાર સમાગમ કરીએ છીએ. લોકો કહે છે કે બાળક આવી જાય એ પછીથી સમાગમની ફ્રીક્વન્સી ઘટી જાય, પણ હજી અમે એક વરસ સુધી બાળક નથી ઇચ્છતાં.

 

બે માણસ એકલા જ હોવા છતાં અમારી બન્નેની સેક્સડ્રાઇવ જાણે ઘટી ગઈ છે. મને તો હજીયે સેક્સની ઇચ્છા વધુ છે, પણ પત્નીને લાગે છે કે એમ કરવાથી પછી જ્યારે બાળક જોઈશે ત્યારે ર્વીય નહીં રહે. અમે બન્ને વર્કિંગ છીએ ને કરીઅરમાં પણ ખુશ છીએ. સેક્સલાઇફમાંથી રસ ઊડી જાય એ યુગલોમાં સમસ્યા પેદા થવા લાગે છે. વધુમાં વધુ કેટલી વાર સમાગમ કરવાથી નપુંસકતા ન આવે?

 

જવાબ : પ્રાણીઓ પ્રજનન માટે અને માણસ આનંદ માટે સેક્સમાં રાચે છે. વધુ વાર સમાગમ કરવાથી ર્વીય ખલાસ થઈ જશે ને નપુંસકતા આવશે એ વાત તમારા મનનો ભ્રમ છે, બીજું કંઈ જ નહીં. સેક્સની બાબતમાં નંબર ગેમમાં ભરમાવું નહીં. અઠવાડિયામાં એક વાર, બે વાર કે સાતેય દિવસ સેક્સ કરવું કે ન કરવું એવી કોઈ આઇડિયલ ફ્રીક્વન્સી નથી હોતી.

 

કપલને જેટલી વાર મન થાય એટલી વાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી શકે છે. સમાગમ નહીં કરવાથી લગ્નજીવનમાં પણ સમસ્યાઓ ઊભી થવા લાગશે એવું પણ નથી. સૌથી વધુ અગત્યનું છે બન્ને પાર્ટનરની સંમતિ. વારંવાર સેક્સ કરવામાં પણ અને ન કરવામાં પણ. એનાથી જ સંબંધ મજબૂત બને છે.


નવાં-નવાં લગ્ન હોય ત્યારે સેક્સની ફ્રીક્વન્સી વધુ હોય છે ને સમય જતાં નૅચરલી જ ઘટતી જતી હોય છે. વધુ વાર સમાગમ કરવાથી સંબંધ વધુ સ્ટ્રૉન્ગ થશે એ વિચારીને વધુ ને વધુ વાર સમાગમ કરવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે, કેમ કે આમાં ક્વૉલિટી વધુ અગત્યની છે, ક્વૉન્ટિટી નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK