શું મોટી ઉંમરે ગુદામૈથુન કરવામાં તકલીફ પડે ખરી?

મારી ઉંમર ૪૨ વર્ષ છે. અમારા ઘરે મોટી વયે પારણું બંધાયું છે.

boy depress

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૨ વર્ષ છે. અમારા ઘરે મોટી વયે પારણું બંધાયું છે. જોકે વાઇફને ડિલિવરી પછી વજાઇનામાં લુઝનેસ આવી ગઈ છે. એને કારણે ઇન્દ્રિયની પકડ બરાબર અનુભવાતી નથી. આમેય ડિલિવરી પછી તેને સેક્સમાંથી જાણે રસ ઊઠી ગયો હોય એવું થવા લાગ્યું હોવાથી અમે લગભગ છ મહિના સુધી સેક્સલાઇફમાં સ્લો જ રહ્યા. જોકે હવે તેનું મન બદલાઈ રહ્યું છે. યોનિમૈથુનમાં બહુ લુઝનેસ રહેતી હોવાથી અમે ગુદામૈથુનનો પ્રયોગ કર્યો, પણ એમ કરવાથી તો તેને ખૂબ જ પીડા થઈ. અમે અધવચ્ચે જ સેક્સ બંધ કરી દીધું. અમે હવે વજાઇનલ સેક્સ કરીએ છીએ, પણ એમાં યોગ્ય પકડનો અભાવ હોવાથી મજા નથી. હજી બાળક નાનું છે એટલે અમને પૂરતો સમય પણ નથી મળતો કે આ બાબતે કોઈ ડૉક્ટરને જઈને બતાવીએ. મારા બીજા બધા ફ્રેન્ડ્સ ઍનલ સેક્સ કરી શકે છે, પણ અમને શું તકલીફ પડી હશે? શું મોટી ઉંમરે ગુદામૈથુન કરવામાં તકલીફ પડતી હશે?

જવાબ : સૌથી પહેલી વાત એ કે ગુદામૈથુન માટે માત્ર પત્નીની સંમતિ હોવી પૂરતી નથી. તમારે એમાં પીડા ન થાય એ માટેની કાળજી પણ રાખવી પડે છે. યોનિમાર્ગમાં તો કુદરતી રીતે જ ચીકાશ ઝરે છે, પણ ગુદામાર્ગમાં એમ નથી થતું. વળી ગુદાદ્વાર એ યોનિના સ્નાયુઓ જેવું ફ્લેક્સિબલ પણ નથી હોતું. યોનિમાંથી આખેઆખું બાળક નીકળી શકે એટલી એ સ્થિતિસ્થાપક હોય છે જ્યારે ગુદામાંથી કડક મળ નીકળતો હોય તો પણ ચીરા પડી જાય છે. તમે કોઈ પણ ઉંમરે ગુદામૈથુન કરો, આ તકલીફો તો રહેવાની જ.

ગુદામૈથુનમાં બહારનું લુબ્રિકેશન વાપરવું જરૂરી છે. કોપરેલ તેલ કે કેવાય જેલીનો ભરપૂર ઉપયોગ કરવો હિતાવહ છે. બીજું, ગુદામાં અંદરની તરફ મળ ચોંટેલો હોવાથી કૉન્ડોમ વાપરવું ફરજિયાત છે. જો તમે એ ન વાપરો તો અંદર ચોંટેલો મળ ઇન્દ્રિયને લાગતાં ઇન્ફેક્શન થઈ શકે છે. તમે આટલી કાળજી રાખશો તો તમને પણ તકલીફ નહીં પડે.

વજાઇનામાં લૂઝનેસ લાગતી હોય તો તમારી પત્નીને કીગલ એક્સરસાઇઝ કરવાનું કહો. એમાં યોનિની આસપાસના સ્નાયુઓને સંકોચવા અને છોડવાની વારંવાર પ્રૅક્ટિસ કરવાની હોય છે. યુરિન રોકી રાખવા માટે સ્નાયુઓ સંકોચવા અને જાણે યુરિન પાસ કરતા હો એમ સ્નાયુઓ ઢીલા મૂકવા. આવું આવર્તન વારંવાર કરવાથી અને નિયમિત કસરતથી જરૂર ફાયદો થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy