ઓછી ઉત્તેજનાને કારણે પત્નીને સંતોષ નથી આપી શકતો, શું કરું?

 

 

મારી ઉંમર ૩૧ વર્ષની છે. લગ્નને હજી ચાર જ વરસ થયાં છે. પહેલાં અમે એક રાતમાં બે વાર સમાગમ કરી શકતા હતા, પણ હમણાંથી મારો સેક્સપાવર ઓછો થઈ ગયો છે.

wife-comesસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૧ વર્ષની છે. લગ્નને હજી ચાર જ વરસ થયાં છે. પહેલાં અમે એક રાતમાં બે વાર સમાગમ કરી શકતા હતા, પણ હમણાંથી મારો સેક્સપાવર ઓછો થઈ ગયો છે. અમે જ્યારે પણ સમાગમ કરતા ત્યારે એ રાતમાં બે વાર જ કરતા હોવાની આદત પડી ગઈ હતી. હમણાંથી એવું નથી થઈ શકતું. કદાચ એને કારણે પત્નીને મજા નથી આવતી. તેને સંતોષવા માટે પણ હું બીજી વાર ઉત્તેજના લાવવાની કોશિશ કરું છું, પણ નિષ્ફળતા જ મળે છે. સમાગમ લાંબો કરવા માટે અને પુરુષાતન વધારવાની આયુર્વેદિક દવા ચાલુ છે. ત્રણ મહિનામાં ખાસ ફરક નથી જણાયો. શું હવે સેક્સલાઇફ આવી જ રહેશે એવું મારે આ ઉંમરે સ્વીકારી લેવાનું?

જવાબ : તમે પહેલાં એક રાતમાં બે વાર સમાગમ કરી શકતા હતા એ ક્ષમતા એક ઍવરેજ પુરુષ કરતાં વધારે હતી એમ કહી શકાય. આવી ક્ષમતા તમામ પુરુષોમાં નથી હોતી. સ્ત્રીઓ જેવી કામશક્તિ પુરુષોની નથી હોતી. સ્ત્રીઓ એક વાર સમાગમ પછી તરત બીજી વાર કરી શકે છે, પણ એવું પુરુષોનું નથી હોતું. એક વાર સ્ખલન પછી તરત જ ફરી ઉત્તેજના આવવામાં તકલીફ પડે એ સ્વાભાવિક છે. એને તમે સેક્સલાઇફની બહુ મોટી સમસ્યા ન સમજો એ જરૂરી છે. તમે બે વાર સમાગમ કરીને પત્નીને સંતોષ આપવાની કોશિશ કરો છો, પણ સમાગમમાં ક્વૉન્ટિટી નહીં, ક્વૉલિટી ઇમ્પોર્ટન્ટ છે. તમે પહેલી વારના મૈથુન દરમ્યાન જ પૂરતો સમય ફોર-પ્લેમાં ગાળો. એ પછી ઇãન્દ્રયપ્રવેશ કરતાં પહેલાં જ પત્નીને સંતુષ્ટ કરો. હસ્તમૈથુન, મુખમૈથુન કે કોઈ કૃત્રિમ લિંગની મદદ પણ લઈ શકાય.

બે વાર સમાગમ કરવાથી જ સંતોષ મળે એ તમારા મનનો ભ્રમ છે ને એ દૂર કરવો જ રહ્યો. બાકી તમારી સેક્સલાઇફમાં કોઈ જ ખામી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy