સમાગમ બાદ ઈન્દ્રિય પર ચીરા પડી જાય છે, શું કરું?

મારાં લગ્નને પંદર વર્ષ થયાં છે. કામેચ્છા ઘણી પ્રબળ છે અને સેક્સલાઇફ પણ અત્યાર સુધી સારી હતી.

men depress

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારાં લગ્નને પંદર વર્ષ થયાં છે. કામેચ્છા ઘણી પ્રબળ છે અને સેક્સલાઇફ પણ અત્યાર સુધી સારી હતી. થોડાક સમયથી મને ક્યારેક જલદી સ્ખલન થઈ જતું હોય એવું લાગતું હતું, પણ તમે જણાવેલી ગોળી લઉં છું તો સ્ખલન લંબાય છે. જોકે એ પછી હમણાંથી નવી સમસ્યા પેદા થઈ છે. ઇન્ટરકોર્સ પછી ઘર્ષણને કારણે ફોરસ્કિનની અંદરના ભાગમાં ચીરા પડે છે અને એમાંથી સફેદ-પીળા પાણી જેવું પસ થાય છે. ખૂબ બળતરા પણ થાય છે. એ પછી બે-ત્રણ દિવસ સુધી એ ચીરા બળે છે અને ત્વચાને આગળ-પાછળ સરકાવીને સફાઈ કરતાં પણ તકલીફ પડે છે. તેલ લઈને હસ્તમૈથુન કરું તો પણ આવું જ થાય છે. મારું વજન વધી ગયું હોવાથી સમાગમ પછી થાક પણ ખૂબ લાગે છે. મને વારેઘડીએ બ્લડ-શુગર ઘટી જતું હોય એવું લાગે છે. હમણાંથી પહેલાં જેટલી ઝડપથી ચીરા રુઝાતા નથી એટલે સમાગમમાંથી મન ઊઠતું જાય છે.

જવાબ : અચાનક ફોરસ્કિન પાછળ ખેંચવામાં તકલીફ પડે એવું થવાનું સ્વાભાવિક નથી. ચીરા પડવા, પાક થઈને પસ થવું એ ચોક્કસપણે કંઈક ગરબડની નિશાની છે. આવું થવા પાછળનું મૂળ કારણ શું છે એ સમજવું જરૂરી છે. હસ્તમૈથુન અને મૈથુન બન્ને સમયે આવું થાય છે એ બતાવે છે કે માત્ર ઘર્ષણ કે લુબ્રિકેશનના અભાવે જ આવું થાય છે એવું નથી.

જો તમારું વજન વધી રહ્યું હોય અને બ્લડ-શુગરમાં વધઘટ ફીલ થતી હોય તો તમારે બ્લડ-શુગરની તપાસ કરાવવી જોઈએ. ફોરસ્કિનમાં ચીરા પડવા અને પાક થવો એ ડાયાબિટીઝનું પણ એક લક્ષણ હોઈ શકે છે. જ્યારે શુગર કન્ટ્રોલમાં ન રહેતી હોય ત્યારે કોઈ પણ ઘા જલદી પાકી જાય છે. જે વ્યક્તિનું બ્લડ-શુગર વારેઘડીએ ઘટી જતું ફીલ થતું હોય તેને ડાયાબિટીઝ થવાની સંભાવના પણ વધારે હોય છે. તમે થાકી જાઓ છો એ પણ બતાવે છે કે શુગર-લેવલમાં જ કંઈક ગરબડ છે.

ચીરા બરાબર રુઝાય એ માટે ઍન્ટિ-બાયોટિક દવા દિવસમાં બે વાર લગાવવી જરૂરી છે. જો વારંવાર ચીરા પડતા જ રહેશે અને એના રુઝાવામાં વિલંબ થતો રહેશે તો એનાથી સ્કાર રહી જઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy