રાત્રે જમ્યા બાદ સમાગમ કરું તો ખુબ જ એસિડિટી થાય છે, શું કરું?

મારી ઉંમર ૩૯ વર્ષની છે. મને રાતે જમ્યા પછી સમાગમ કરું તો પુષ્કળ ઍસિડિટી થાય છે. એની અસર લાંબો સમય રહે છે.

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૩૯ વર્ષની છે. મને રાતે જમ્યા પછી સમાગમ કરું તો પુષ્કળ ઍસિડિટી થાય છે. એની અસર લાંબો સમય રહે છે. સમાગમ પછીનો બીજો દિવસ પણ ખૂબ જ ઍસિડિટી ફીલ થાય છે. સેલ્સમૅન તરીકે કામ કરું છું એટલે દિવસ દરમ્યાન મારું ખાવાનું ઠેકાણું નથી હોતું. રાતે એક જ ટાઇમ હું ભરપેટ ઘરનું ખાઈ શકું છું. મને સમાગમ પછી થાક લાગતો હોવાથી સમાગમ પછી પણ હું ક્યારેક લીંબુનું શરબત લઉં છું. મારા ફ્રેન્ડનું કહેવું છે કે લીંબુનું શરબત પીવાથી એનર્જી રહે છે. શું લીંબુથી ઍસિડિટી થાય? શું આને કારણે ઍસિડિટી વધતી હશે? ગાયનું ઘી અને મધ લેવાથી સેક્સપાવર સુધરે છે એવું ક્યાંક વાંચ્યું હતું. શું હું એ લઈ શકું? ઍસિડિટીની સમસ્યા મને વારંવાર થાય છે એને કારણે મારી કામેચ્છા પણ સાવ ઘટી ગઈ છે.

જવાબ :
ઍસિડિટી થવાને અને સેક્સ કરવાને કોઈ જ સંબંધ નથી. પાચનની સમસ્યા રહેતી હોય તો ગૅસ અને ઍસિડિટી થાય છે. તમારું રોજેરોજ ખાવા-પીવાનું જે શેડ્યુલ છે એ જોતાં તમને ઍસિડિટી થાય એ સ્વાભાવિક છે. સામાન્ય રીતે ભરપેટ ખાવાનું ખાઈને તરત જ જાતીય પ્રવૃત્તિમાં પળોટાવાથી બેચેની રહે છે. વળી આખો દિવસ ભૂખ્યા રહીને અથવા તો જન્ક-ફૂડ ખાઈને પસાર કર્યા પછી ખાવાથી ઍસિડિટી થઈ શકે છે. ઍસિડિટીના ઉકેલ માટે પાચનશક્તિ સુધારવી અને કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું. રોજ રાતે કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી રાખો અને સવારે ઊઠીને કાળી દ્રાક્ષ પાણીમાં ચોળીને એ બધું પાણી પી જાઓ. એમ કરવાથી રાહત રહેશે.

સમાગમ પહેલાં પેટ સહેજ ઊણું રાખશો તો બેચેની ઓછી થશે.

ગાયનું ઘી એ રસાયણ છે એટલે જો શુદ્ધ ગાયનું ઘી મળે તો એનું સેવન નિયમિત કરવું. એનાથી માત્ર સેક્સલાઇફ જ નહીં, ઓવરઑલ હેલ્થમાં ફાયદો થશે.

આયુર્વેદ મુજબ એક વર્ષથી જૂના મધનું નિયમિત સેવન કરવાથી વધારાની ચરબી ઓછી થાય છે અને રક્તવાહિનીઓ અંદરથી ખૂલે છે. એનાથી ઇન્દ્રિયમાં લોહીનો પ્રવાહ વધુ ઝડપથી વહી શકે છે અને પરિણામે ઇન્દ્રિય-ઉત્થાનમાં મદદ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy