સેક્સ દરમિયાન સ્ખલન વહેલુ થઈ જાય છે, શું કરવું?

ત્રણ વરસ પહેલાં અમારે પહેલું બાળક આવ્યું. પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછીનો થોડો સમય સમાગમ શક્ય ન બન્યો.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : ત્રણ વરસ પહેલાં અમારે પહેલું બાળક આવ્યું. પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછીનો થોડો સમય સમાગમ શક્ય ન બન્યો. દોઢ વર્ષ પછી પત્ની ફરી પ્રેગ્નન્ટ થઈ. આ વખતે કૉમ્પ્લીકેશન્સને કારણે પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમ્યાન ફરીથી ફિઝિકલ રિલેશન્સ પર પાબંદી આવી ગઈ. આ સમય દરમ્યાન હું ઑલમોસ્ટ એકાંતરે હસ્તમૈથુન કરતો થઈ ગયો. હવે મારી વાઇફ નૉર્મલ થઈ ગઈ છે. નાનો બાબો ૬ મહિનાનો થઈ ગયા પછી અમે ફરી સમાગમ શરૂ કર્યો. હવે સમસ્યા એ થઈ છે કે પહેલાં જેટલું લાંબું મૈથુન નથી ચાલતું. ફૅમિલી ડૉક્ટરનું કહેવું છે કે હસ્તમૈથુન કરવાને કારણે ઇન્દ્રિય સંવેદનશીલ થઈ ગઈ છે. શું જેલી લગાવવાની આવે છે એ પ્રયોગ કરી શકાય?

જવાબ : હસ્તમૈથુન કરવાથી આ સમસ્યા આવી છે એવા કોઈ ગિલ્ટમાં ન રહો એ તમારી આગળની સેક્સલાઇફ માટે બહુ જરૂરી છે. કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે ઘણો લાંબો સમય સમાગમ ન કર્યો હોય ત્યારે અતિશય ઉત્કટતાને કારણે પણ ઝડપથી સ્ખલન થઈ જાય છે. તમે ઘણા વખત પછી પત્ની સાથે સમાગમ માણી રહ્યા છો એને કારણે કદાચ વધુ ઉત્તેજિત થઈ જવાતું હોઈ શકે છે.

વળી બે-ત્રણ વાર શીઘ્રસ્ખલન થઈ ગયું એટલે મનમાં એક ગ્રંથિ બંધાઈ જાય અને પછી એને કારણે સમસ્યા આગળ લંબાય. તમે સમાગમ માટે તૈયાર થાઓ એટલે કે ફોરપ્લે પછી યોનિપ્રવેશ કરવાની તૈયારી કરો એ પહેલાં થોડી જેલ ઇન્દ્રિયના અગ્ર ભાગ પર લગાવો અને પછી કૉન્ડોમ પહેરી લો. આ એક ઍનેસ્થેટિક જેલ છે. એનાથી આગળની ત્વચાની અતિસંવેદના ઘટી જશે. એ પછી તમે યોનિપ્રવેશ કરાવશો તો ઘટી ગયેલી સંવેદનાને કારણે સમાગમ લાંબો ચાલી શકશે. આ પ્રયોગ ટેમ્પરરી ધોરણે તમારો કૉન્ફિડન્સ પાછો લાવવા માટે જ છે. જો એ માફક ન આવે તો ડૅપોક્સિટિન ૩૦ મિલીગ્રામની ગોળી સમાગમના એક-બે કલાક પહેલાં લઈ લો. એનાથી પણ સ્ખલન લંબાશે. એક વાર કૉન્ફિડન્સ આવી જશે એ પછી આ દવા કે જેલ બેમાંથી કશાની જરૂર નહીં રહે.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy