માંડ કરીને ઉત્તેજના આવે અને પછી સ્ખલન થવામાં તકલીફ થાય, શું કરું?

મારી ઉંમર ૪૧ વર્ષ છે. છેલ્લા છ મહિનાથી સેક્સલાઇફમાં કંઈક ને કંઈક ગરબડ થતી આવી છે.

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. છેલ્લા છ મહિનાથી સેક્સલાઇફમાં કંઈક ને કંઈક ગરબડ થતી આવી છે. હમણાંથી મેં હસ્તમૈથુન કરવાનું છોડી દીધું છે. જોકે ફિઝિકલ ઇન્ટિમસીમાં પણ ઉત્તેજના અને ઇજેક્યુલેશનની તકલીફો અવારનવાર આવી રહી છે. પહેલાં મને લાગતું હતું કે મને શીઘ્રસ્ખલન થઈ જાય છે એટલે મેં તમારી કૉલમ વાંચીને ડેપોક્સિટિનની ગોળી લીધી. એનાથી સ્ખલન ખૂબ લંબાઈ ગયું. હું થાકી ગયો પણ સ્ખલન ન થયું. ત્યાર બાદ લગભગ પંદરેક દિવસ પછી પ્રયત્ન કર્યો તો ઉત્તેજના આવવામાં જ વાર લાગી. ખાસ્સી વારના ફોરપ્લે અને પ્રયત્નો પછી ઉત્તેજના આવી. જોકે એ પછી વિલંબિત સ્ખલન થઈ ગયું. હમણાંથી મારો સ્ટૅમિના પણ ઓછો થઈ ગયો છે એટલે સ્ખલન થાય એટલી મૂવમેન્ટ કરતાં પહેલાં જ થાકી જવાય છે. મારા ફૅમિલી-ડૉક્ટર મને ઓછામાં ઓછું વીસ કિલો વજન ઘટાડવાનું કહી રહ્યા છે. હમણાંથી પહેલાં ઉત્તેજના આવવામાં અને પછી સ્ખલન થવામાં તકલીફ થાય છે. શું મારે વાયેગ્રા લેવી જોઈએ? શું વાયેગ્રા લીધા પછી સ્ખલન થશે? 

જવાબ : તમારી સમસ્યા એ છે કે તમે અધકચરું જાણો છો અને બીજાને અપાયેલી સલાહની ટોપી પોતાના માથે પહેરીને જાત પર પ્રયોગ કરવા લાગો છો. તમને કોણે કહેલું કે તમને શીઘ્રસ્ખલનની સમસ્યા છે? અહીં કૉલમમાં અપાયેલી સલાહ જે-તે ચોક્કસ વ્યક્તિને સંબોધીને અપાઈ હોય છે એટલે અહીં વાંચીને જાતે પ્રયોગો કરવાના અખતરા ન કરવા. કોઈ પણ દવા જરૂરી સમસ્યા વિના ન લેવી જોઈએ.

બીજું, હવે જો ઉત્તેજના આવવામાં તકલીફ હોય તો એ માટે પણ તરત દવાઓનો આશરો લેવાની જરૂર નથી. પહેલાં સમસ્યા શું છે એ સમજો. એનું મૂળ કારણ જાણ્યા વિના માત્ર દવાઓ લઈ લેવી એ સૉલ્યુશન ન હોઈ શકે. જો તમારું વજન નૉર્મલ કરતાં વીસ કિલો જેટલું વધારે હોય તો સૌથી પહેલાં એના પર ફોકસ કરવાની જરૂર છે. બની શકે કે વજન વધવાની સાથે ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર જેવી સમસ્યા પણ હોય. એનું પણ ચેક-અપ કરાવવું જરૂરી છે.

એક-બે વાર ઉત્તેજના આવવામાં તકલીફ પડી છે એ વાતનું ટેન્શન વધુ લેશો તો દર વખતે સમસ્યા આવશે. પફોર્ર્મન્સની ચિંતા વિના એકાદ વાર હસ્તમૈથુન કરી જુઓ. દવાઓ ત્યારે જ લેવી જોઈએ જ્યારે કુદરતી રીતે સમસ્યાનું નિવારણ શક્ય ન હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy