લાંબા સેક્સ માટે સ્પ્રે વાપર્યો પણ તેનાથી તો સેક્સ જ અધવચ્ચે છોડી દેવું પડ્યું, હવે શું કરવું?

મારી ઉંમર ૩૨ વર્ષ છે. લગ્નને સાત વર્ષ થયાં છે અને હવે અંગત જીવનમાં બહુ મૉનૉટોની લાગતી હોવાથી અમે નવા-નવા પ્રયોગો કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૨ વર્ષ છે. લગ્નને સાત વર્ષ થયાં છે અને હવે અંગત જીવનમાં બહુ મૉનૉટોની લાગતી હોવાથી અમે નવા-નવા પ્રયોગો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યારેક સફળ થાય છે તો ક્યારેક ગરબડ. મારી વાઇફ પણ ઘણી સપોર્ટિવ હોવાથી વાંધો નથી આવતો. હમણાંથી મને લાગે છે કે પહેલાં કરતાં સમાગમની લંબાઈ ઘટી ગઈ છે અને વહેલું સ્ખલન થઈ જાય છે. જો થોડુંક વધુ ચાલે તો અમે પોઝિશનમાં વેરિએશન ટ્રાય કરી શકીએ. મારા એક દોસ્તે મને એક સ્પ્રે આપ્યું હતું. આ સ્પ્રેથી તેને ઘણો જ ફાયદો થયેલો, પણ મને ખાસ જામ્યું નહીં. પહેલાં તો સ્ખલન ખૂબ ડિલે થઈ જાય છે અને પછી તો એટલા થાકી જવાય કે સ્ખલન કર્યા વિના જ સમાગમ અટકાવી દેવો પડે. ક્યારેક તો બીજા દિવસે સવારે મૅસ્ટરબેશનથી વીર્ય કાઢવું પડે. બન્ને વારના પ્રયોગમાં આવું થયું છે. શું હું વાપરવામાં ગલત ટેક્નિક વાપરતો હોઈશ કે આ ચીજો હાનિકારક હોવાથી આડઅસર થતી હશે?

જવાબ : સેક્સને લંબાવવામાં અને શીઘ્રપતનની સમસ્યા માટે જુદા-જુદા નામે વેચાતાં આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા, પરંતુ એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સ્પ્રેમાં રહેલું ઍનેસ્થેટિક ઇન્દ્રિય પર લગાવવાથી ઉપરની ત્વચા બહેર મારી જાય છે અને ત્યાં થોડાક સમય માટે સંવેદના ઘટી જાય છે. સંવેદના ઘટવાને કારણે સંભોગ લાંબો ચાલી શકે છે. જોકે સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલવા છતાં આનંદ બેવડાતો નથી. વ્યક્તિ આનંદ મેળવવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છતી હોય છે, પણ સ્પ્રેને કારણે ઊલટું થાય છે. સમાગમ લાંબો ચાલે છે, પણ સંવેદના ચાલી જવાને કારણે વ્યક્તિ સ્પર્શ અને ઘર્ષણનો આનંદ નથી મેળવી શકતી. તમે વિવિધ પ્રયોગો આનંદ મેળવવા માટે કરો છો કે પછી ક્રિયા લાંબી ચલાવવા માટે?

તમે જે આનંદ મેળવવા આ સ્પ્રે વાપરવા પ્રેરાયા છો એ આનંદ સ્પ્રે વાપર્યા પછી મળવાનો નથી. એટલે આ સ્પ્રે વાપરવું જરાય હિતાવહ નથી, કેમ કે એનાથી ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી. એટલે તમને જે હેતુથી એ વાપરવાની ઇચ્છા છે એમાંય કોઈ ફાયદો નથી થવાનો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy