વધારે ડ્રાઈવિંગ કરવાથી અને જીન્સ પહેરવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય?

મારી ઉંમર ૨૯ વર્ષ છે. લગ્નને આઠ વર્ષ થયાં છે. એક સંતાન છે. બે બાળક વચ્ચે ત્રણ વર્ષનો ગૅપ રાખવા માટે અમે વચ્ચે કુટુંબનિયોજનનાં સાધનો વાપરતાં હતાં.

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૨૯ વર્ષ છે. લગ્નને આઠ વર્ષ થયાં છે. એક સંતાન છે. બે બાળક વચ્ચે ત્રણ વર્ષનો ગૅપ રાખવા માટે અમે વચ્ચે કુટુંબનિયોજનનાં સાધનો વાપરતાં હતાં. હવે છેલ્લાં બે વરસથી બીજા બાળક માટે મથીએ છીએ, પણ સફળતા નથી મળતી. ડૉક્ટરને બતાવ્યું તો તેમણે મારી અને વાઇફની બન્નેની તપાસ કરાવી. મારી વાઇફને પ્રોલૅક્ટિન હૉમોર્ન્સ વધારે આવ્યું જેને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. બીજું, મારા શુક્રબીજની સંખ્યા બૉર્ડરલાઇન પર આવી ગઈ છે. ક્વૉલિટી પણ નબળી પડી ગઈ છે. હું ટ્રક-ડ્રાઇવર છું એટલે લાંબા કલાકો સુધી બેસી રહેવું પડે છે. ડૉક્ટરનું કહેવું છે કે લાંબો સમય ડ્રાઇવિંગ કરનારા લોકોમાં જલદી શુક્રબીજની કમી થઈ જાય છે. શું આ વાત સાચી છે? હું જીન્સ પહેરું છું એ પણ ગરમ પડે એવું મારા દોસ્તારો કહે છે. તમાકુ-સિગારેટની આદત નથી, પણ ઊંઘ ન આવી જાય એ માટે મેન્થોલવાળી પિપરમિન્ટ અને એલજી જેવું મોંમાં રાખવાની આદત છે.

જવાબ : ડ્રાઇવિંગ કરવાથી સ્પર્મ-કાઉન્ટ ઘટી જાય એવું સ્પષ્ટપણે ન કહી શકાય, પરંતુ લાંબો સમય ડ્રાઇવિંગ-સીટ પર બેસી રહેવાથી વૃષણના ભાગમાં પ્રેશર અને ગરમી વધે છે. શુક્રાણુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે એટલે જો સતત એ ભાગ ગરમીથી એક્સપોઝ થતો રહેતો હોય તો શુક્રાણુ પર એની અસર પડી શકે છે. ધારો કે ટ્રકની સીટ વધુ ગરમ થાય એવી હોય તો એના પર સૉફ્ટ ગાદી રાખો. જીન્સને બદલે ખૂલતું કૉટનનું પૅન્ટ પહેરવાનું રાખો.

દિવસમાં બે વાર ઠંડા પાણીમાં બરફ નાખીને ટમ્બલરમાં બન્ને અંડકોષ ડુબાડીને પાંચ-સાત મિનિટ માટે મસળવા. તીખો, તળેલો, મરચાં-મસાલા અને નમકીનવાળો ખોરાક ખાવાનું ટાળવું. હાઇવે પર તીખાં-તળેલાં ફરસાણ ખાવાને બદલે ઢાબા પર સાદું ભોજન કરવાનું રાખો. હજી વધુ શુક્રાણુ ન ઘટે એ માટે આટલું અવશ્ય કરો. આ ઉપરાંત તમારા વાઇફની પ્રોલૅક્ટિન હૉમોર્ન્સ ઘટાડવાની સારવાર કરાવવાની. લેવલ કેટલું વધારે છે એ અનુસાર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરીને દવા આપવાની રાખશો તો ત્રણ-ચાર મહિનામાં જ લેવલ કાબૂમાં આવી જઈ શકે છે. ધારો કે એ પછી નૉર્મલ પ્રેગ્નન્સી રહે તો પણ શરૂઆતના ત્રણથી ચાર મહિના આ ગોળીઓ લેવાની ચાલુ રાખવી જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy