પત્ની નેચરલી પ્રેગ્નેન્ટ થાય એ માટે શું કરવું?

હું ૩૨ વર્ષનો છું. લગ્નને ચાર વર્ષ થયાં છે. મારી પત્નીને કામેચ્છા ઓછી થાય છે જ્યારે મને વધુ મન થાય છે.

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : હું ૩૨ વર્ષનો છું. લગ્નને ચાર વર્ષ થયાં છે. મારી પત્નીને કામેચ્છા ઓછી થાય છે જ્યારે મને વધુ મન થાય છે. જ્યારે પત્ની તૈયાર ન હોય ત્યારે સંતોષ માટે હું મૅસ્ટરબેશનથી સ્ખલન કરી લેતો હતો. જોકે એમાં સંતોષ પણ વધુ મળતો અને પછી પણ ખૂબ થાક લાગતો. આ પહેલાં અમે બાળક નહોતાં ઇચ્છતાં એટલે કૉન્ટ્રાસેપ્ટિવ વાપરતાં હતાં, પણ હવે અમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છીએ. છેલ્લા ૬ મહિનાથી અમે કૉન્ડોમ વિના સમાગમ કરીએ છીએ, પરંતુ મારી વાઇફ હજી પ્રેગ્નન્ટ નથી થઈ. મને તાત્કાલિક સલાહ આપશો. હમણાંથી મારી કામેચ્છા ઘટી ગઈ છે એટલે મૅસ્ટરબેશન કે સમાગમ કર્યા પછી ખૂબ ઊંઘ આવે છે અને જાણે યાદશક્તિ ઘટી ગઈ હોય એવું લાગે છે. હસ્તમૈથુનની આદતને કારણે વીર્ય અને તાકાત ઘટી ગઈ હશે? નૅચરલી બાળક રહે એ માટે શું કરવું?

જવાબ : થાક લાગવો કે યાદશક્તિ ઘટી જવી એ સમાગમ અથવા તો હસ્તમૈથુનને કારણે વીર્ય નીકળી જવાથી આવનારાં લક્ષણો નથી. તમારા શરીરનું ઓવરઑલ એનર્જી-લેવલ ઓછું હોવાને કારણે તમને થાક અને ઊંઘ આવતી હોય એવું લાગે છે. બાકી એક વારના વીર્યસ્ખલનમાં માત્ર એક ગ્લાસ લીંબુપાણી જેટલી જ એનર્જી ખર્ચાતી હોય છે. મારી સલાહ છે કે તમે નિયમિત એક્સરસાઇઝ કરીને ફિઝિકલ સ્ટૅમિના વધારો. ૨૦-૨૫ મિનિટ વૉક લો અથવા તો ચાર સૂર્યનમસ્કાર કરવાનું રાખો.

બીજું, તમે સમાગમ પછી થાકી જાઓ છો એને બાળક ન રહેવા સાથે કોઈ સંબંધ નથી. જો તમારી પત્નીની ઉંમર ૩૦ વર્ષથી ઓછી હોય તો તમે હજી સાત-આઠ મહિના નૅચરલી જ કન્સીવ થાય એની રાહ જોઈ શકો છો. તમારી પત્નીનું માસિકચક્ર નિયમિત ન હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરો. બાકી ઘણી વાર નૉર્મલ કપલ્સને પણ કન્સીવ કરવામાં એકથી દોઢ વર્ષ લાગી જાય છે.

સમાગમ દરમ્યાન પત્નીના નિતંબની નીચે તકિયો મૂકી રાખો. વીર્યસ્ખલન યોનિમાં કર્યા પછી તેને પગ છાતીસરસા ચાંપીને બે-પાંચ મિનિટ માટે એ જ સ્થિતિમાં રહેવાનું કહો. સમાગમ દરમ્યાન ચીકાશ માટે તેલ કે જેલી જેવી ચીજો વાપરતા હો તો બંધ કરજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy