મને સોસાયટીના પ્રાંગણ કે ઘરની બાલ્કનીમાં હસ્તમૈથુન કરવાનું ગમે છે, હવે કરવું શું?

હું ૧૯ વર્ષનો છું. મારી કૉલેજમાં એક પ્યુન છે. મોટા ભાગે તે ઑફિસની બહાર બેઠો હોય ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવ્યા કરતો હોય છે.

boy depress

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૧૯ વર્ષનો છું. મારી કૉલેજમાં એક પ્યુન છે. મોટા ભાગે તે ઑફિસની બહાર બેઠો હોય ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવ્યા કરતો હોય છે. છોકરીઓ આસપાસમાં ફરતી હોય ત્યારે તો તે ક્યારેક પૅન્ટની ચેઇન પણ ખોલી નાખે છે. મેં ઘણી વાર તેને આમ કરતાં જોયો છે. છોકરીઓ તેનાથી ચીડાતી ફરતી હોય છે. એક વાર અનાયાસ જ રાતના સમયે મને પણ એવું જ કરવાનું મન થયું. રાતનો સમય હતો એટલે સોસાયટીનું પ્રાંગણ ખાલી હતું. મેં હાથે કરીને મારા પૅન્ટની ચેઇન ખોલી નાખી અને ત્યાં જ મૅસ્ટરબેશન કર્યું. મને કોઈ જોઈ રહ્યું નહોતું, પણ અજબનો આનંદ મહેસૂસ થયો. શું આવું થવું યોગ્ય છે? હવે તો હું રાતે રૂમમાં નહીં, બાલ્કનીમાં જ મૅસ્ટરબેટ કરું છું. ક્યારેક તો મને પણ કોઈના દેખતાં મારા પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવાનું મન થાય છે. અલબત્ત, છોકરીઓની સામે એમ કરવાનું યોગ્ય નથી એ મને સમજાય છે. મારે આ આદતને કન્ટ્રોલ કેવી રીતે કરવી?

જવાબ : બીજાને ખોટું કરતાં જોઈને એમ ન કરવાનું શીખે તેને શાણો કહેવાય, પણ બીજાને ખોટું કરતાં જોઈને જાતે એવું કરવું એ હાથે કરીને કુહાડી પોતાના જ પગ પર મારવા જેવું છે.

તમારી આ નકલની દિશા જરાય હળવાશથી લેવાય એવી વાત નથી. જાહેરમાં કામપ્રવૃત્તિઓમાં રત રહેવું અથવા તો બીજાને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે એ રીતે પ્રાઇવેટ પાર્ટ સાથે રમત કરવાની આદત એ એક માનસિક વિકૃતિ છે. માત્ર એ સભ્ય સમાજે જ રચેલી વાત નથી, પણ હું માનું છું કે જ્યારે માનવજાત કપડાંનાં આવરણો નહીં રાખતી હોય ત્યારે પણ કદાચ આ રીતનું બીભત્સ પ્રદર્શન નહીં થતું હોય.

હજી તમને બીજાના દેખતાં સંકોચ થાય છે એ સારું છે. આ આદતને પોષ્યા કરશો તો ક્યારેક શરમની એ પાળ પણ છૂટી જશે. એ તબક્કા પછી પાછા વળવાનું ખૂબ અઘરું છે. આવું કરવું ખોટું છે એવી સમજણ અને સભાનતા હોય તો તાત્કાલિક કોઈ સેક્સોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટને મળીને જરૂરી સારવાર કરાવો. મારી સલાહને ગંભીરતાથી લેતા હો તો નિષ્ણાતને કન્સલ્ટ કરવામાં જરાય મોડું કરવા જેવું નથી એટલું સમજી લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy