પતિ આમ તો બહુ પ્રેમાળ છે, પરંતુ મૂડ બરાબર ન હોય ત્યારે ગમે એવી ગાળો બોલીને અપમાન કરી નાખે છે

તેમની કેટલીક આદતો મને જરાય પસંદ નથી, પણ એ માટે સહેજ ટકોર કરો તો તરત જ તેમનો અવાજ ઊંચો થઈ જાય

woman



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારાં લગ્નને બે વર્ષ થયાં છે. હું ગુજરાતમાં જન્મી અને ઊછરી છું અને પરણીને મુંબઈ આવી છું. અમારાં અરેન્જ્ડ મૅરેજ હોવાથી શરૂઆતમાં મને ઍડ્જસ્ટ થતાં બહુ જ વાર લાગી. મારા સાસરિયાં પણ ગુજરાતમાં જ રહે છે એટલે અહીં હુતોહુતી બે જ જણ છીએ. મારા હસબન્ડનો સ્વભાવ કળવો બહુ જ મુશ્કેલ છે. તેઓ ખૂબ જ પ્રેમાળ છે, પરંતુ ખૂબ નાની-નાની વાતે ઈગો વચ્ચે આવી જાય છે. તેમને ચીડ ચડે ત્યારે તેઓ મને ગમેએમ બોલી જાય. એટલે સુધી કે ગંદી ગાળો પણ બકી નાખે. શરૂઆતમાં તો હું હેબતાઈ જતી અને ગમ ખાઈ જતી. કદાચ મૂડ નથી એટલે આવું કરતા હશે એમ વિચારીને હું જતું કરતી. તેમની કેટલીક આદતો મને જરાય પસંદ નથી, પણ એ માટે સહેજ ટકોર કરો તો તરત જ તેમનો અવાજ ઊંચો થઈ જાય અને ફરમાવી દે કે આમ જ છે અને આમ જ રહેશે.

આવી ઘટનાઓ મહિનામાં એકાદ-બે વાર જ બને, પણ જ્યારે બને ત્યારે તેઓ જતાવી દે કે હું પતિ છું અને મારી મરજી મુજબ જ કરીશ. બાકીના સમયમાં તેઓ ખૂબ જ સારી રીતે વર્તે છે. પોતાના પેરન્ટ્સની ખોટી વાત માટે તેઓ મારા વતી લડી લે અને વાત મારા સુધી પહોંચવા પણ ન દે. જોકે તેમને મૂડસ્વિંગ્સ આવે ત્યારે તેઓ કોઈનીયે સામે મને કંઈ પણ કહી દે. એક વાર મેં સામો જવાબ આપ્યો તો તેમણે એ પછી મારી સાથે વાત જ કરવાનું બંધ કરી દીધું. બીજી વાર તેમણે વાતને એટલી વધારી કે અમારી વચ્ચે છૂટાછેડા સુધીની વાત થઈ ગઈ. ઘણા સમય પછી વાત થાળે પડી. પતિ માત્ર પોતાની મરજીને જ મહત્વ આપે છે તેમને પ્રેમ કરવો હોય ત્યારે પ્રેમ કરે અને તેમને ગાળ દેવી હોય ત્યારે ગાળ દે. મને તેમના વર્તનથી શું થાય છે એ તેમને સમજાતું જ નથી.

જવાબ : જીવનના ઘડતરના મુખ્ય અને પહેલાં વીસ-પચીસ વર્ષ જુદા-જુદા વાતાવરણમાં ઊછરીને બે લોકો લગ્ન કરીને એક છત તળે રહેવા તૈયાર થાય ત્યારે શરૂઆતમાં ઍડ્જસ્ટ થતી વખતે આવાં છમકલાં થાય એ સ્વાભાવિક છે. વીસ-પચીસ વર્ષની આદતો, સંસ્કારો, ગમા-અણગમા એ બધું સમજતાં પણ વાર લાગે. જોકે એક વાત એ યાદ રાખવી કે લગ્નની શરૂઆતમાં તમે તમને ન ગમતી બાબતોમાં પણ નવું છે એટલે સમાધાન કરી લેવું એવું વિચારશો તો જિંદગીભર એ સમાધાન સાથે જ જીવવું પડશે. એનો મતલબ એ પણ નથી કે ન ગમે એ તમામ બાબતોમાં વિદ્રોહ કરવો. સાચી બાબતમાં સાચી રીતે અને શાંતિપૂર્વક વાતની રજૂઆત થાય એ જરૂરી છે.

તમારા પતિ બીજી બધી જ રીતે પ્રેમાળ છે, પણ અમુક ચોક્કસ સમયે તેઓ ટિપિકલ પુરુષપ્રધાન થઈ જાય છે. તમે જોયું હશે તો પહેલાંની સરખામણીએ આવા કિસ્સા બનવાની ફ્રીક્વન્સી ધીમે-ધીમે વધતી ગઈ હશે. આ હ્યુમન સાઇકોલૉજી છે. હું કોઈકનું અપમાન બે વાર કરું અને સામેવાળી વ્યક્તિ ગમ ખાઈ લે તો મારી તેનું અપમાન કરવાની હિંમત વધી જાય. જો તમે ગાળ સામે ગુસ્સો કરશો તો તેમનો ઈગો ઘવાશે અને વાત વણસશે. એના કરતાં અપશબ્દો બોલાય ત્યારે ખૂબ જ શાંત સ્વરમાં આ પ્રકારની ભાષા તમને પસંદ નથી એની સ્પષ્ટતા વધુ અસરકારક રહે. આંખમાં કડક અણગમો અને નારાજગી સાથે તમે બોલવાનું બંધ કરશો તો તેમને પોતાની ભૂલ અચૂક સમજાશે. જ્યાં સુધી તેમને રિયલાઇઝેશન ન થાય ત્યાં સુધી સાઇલન્ટ ટ્રીટમેન્ટ આપશો તો આપમેળે તેમને પોતાની ભૂલ સમજાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK